Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મેયરના વોર્ડમાં જ ભાજપ વિરોધી બેનર: અડાજણના હિમગિરિ સોસાયટીના રહીશોનો વિરોધ.

Share

સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, ભાજપ વિરોધી સૂર સમગ્ર સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે લોકોના પ્રશ્નોના નિકાલમાં કંઈપણ ન હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે.

વિશેષ કરીને જ્યારે શહેરના મેયરના અડાજણ વોર્ડમાં જ લોકો વિકાસનાં કામોથી વંચિત રહી જતા હોય તો અન્ય વોર્ડમાં કયા પ્રકારની સ્થિતિ હશે એ સમજી શકાય છે. એને લઈને ભાજપ વિરોધી બેનર લાગ્યાં છે, જેમાં 25 વર્ષથી ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માંગવા ના આવતા હોવાનું લખ્યું છે. મેયર હેમાલી બોઘાવાલાના વોર્ડમાં જ લોકોએ ભાજપ પક્ષની કામગીરીને લઇને પોતાની વ્યથા બેનર થકી દર્શાવી છે.

અડાજણ વિસ્તારની હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરમાં ભાજપને વોટ આપીને ભૂલ કરી હોવાનાં લખાણો લખ્યાં છે. 25 વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર ભાજપના પડખે ઊભા રહીને તેમને સત્તા પર આરૂઢ કરવામાં હિમગિરિ સોસાયટીના લોકોએ યોગદાન આપ્યું છે. વોટ સમયે ભાજપના નેતાઓ વારંવાર તેમની સોસાયટીઓમાં આવીને ભાજપ તરફી વોટ કરવા માટે સમજાવે છે અને વચન આપે છે. તેમના શાસનમાં વિકાસ કામોને લઈને કોઈપણ પ્રકારની કસર રહેશે નહીં, પરંતુ આજે સ્થાનિક હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરો લગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.સોસાયટીના રસ્તાઓનું કામ થયું નથી હિમગિરિ સોસાયટીના લોકો બેનરમાં લખ્યું છે કે 25 વર્ષથી અમારી સોસાયટીના રસ્તાઓનું કામ થયું નથી. વારંવાર સોસાયટીના પ્રમુખ બદલાતા રહે છે. તેમના દ્વારા છેલ્લાં 15 વર્ષથી દરેક પ્રમુખ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને રસ્તા બાબતે ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પંદર વર્ષ સુધી એકપણ નેતાએ અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારનું કામ પૂર્ણ કર્યું નથી.

Advertisement

જયદીપ રાઠોડ : સુરત


Share

Related posts

ભરૂચમાં કોરોનાનાં કેસ નોંધાતા તંત્રમાં દોડધામ.

ProudOfGujarat

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા હોળી,ધુળેટી પર્વ નિમિત્તે આદિવાસી વિસ્તારો માટે ખાસ વધારાની બસો દોડાવવા માંગ.

ProudOfGujarat

અમદાવાદમાં પ્રોટેક્શન સાથે રિલીઝ થશે ‘પઠાણ’ ફિલ્મ, થિયેટર માલિકોને પોલીસની બાંહેધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!