આજરોજ 19 મી જૂનના રોજ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીનો 51 મો જન્મદિવસ મનાવામાં આવ્યો હતો. જેમાં રાહુલ ગાંધી દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો કે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને જન્મદિવસ અર્થે કોઈ કાર્યક્રમ ન યોજી બનતી લોકોને મદદરૂપ થવા જણાવ્યું હતું જેથી સમગ્ર દેશ અને રાજ્યના કોંગેસ સમિતિના કાર્યકર્તાઓએ નિર્ણય લીધો હતો કે જનરલ હોસ્પિટલોમાં જઈને માસ્ક તથા ફ્રૂટનું વિતરણ કરવામાં આવે.
તે જ રીતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓએ આજરોજ સિવિલ હોસ્પીટલ ખાતે જઈને દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને દરેક વોર્ડમાં જઈને દર્દીઓને માસ્ક તથા ફ્રૂટ વહેંચવામાં આવ્યા હતા જેથી તેમને સહાય મળી રહે. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાગ લઈને માસ્ક અને ફ્રૂટ વિતરણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રિધ્ધી પંચાલ, ભરૂચ.
Advertisement