Proud of Gujarat
FeaturedGujaratINDIA

મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે કોરોનાથી નિધન, 5 દિવસ અગાઉ જ પત્નીએ લીધી હતી અંતિમ વિદાય : પી.એમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ.

Share

મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાના કરિયરમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક જીત્યા હતા. મેલબર્નમાં 1956 ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યું હતું, રોમમાં 1960 ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964 માં મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે દાયકાઓ સુધી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.

‘ફ્લાઇંગ શિખ’ ના નામથી જાણિતા પ્રસિદ્ધ વેટરન એથલીટ મિલ્ખા સિંહ અંતે કોરોના વાયરસ સામે જીંદગીની રેસ હારી ગયા છે. તેમણે શુક્રવારે મોડી રાત્રે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પત્નીનું પણ 5 દિવસ પહેલાં જ કોરોનાના લીધે મોત થયું હતું. જેથી તે આધાતમાં હતા. તેમના નિધન પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

‘ફ્લાઇંગ શિખ’ ને કોરોના થયો હતો. તે પહેલાં મોહાલીની નજીક હોસ્પિટલમાં થોડા દિવસ એડમિટ રહ્યા. તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી તબિયત બગડતાં તેમને ફરીથી પીજીઆઇ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની પીજીઆઇમાં સારવાર ચાલી રહી હતી. તેમનો 2 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમની તબિયતમાં સુધારો પણ હતો. આ દરમિયાન શુક્રવારે સવારે તેમની તબિયત બગડવાનું શરૂ થયું હતું. તેમનું ઓક્સિજન લેવલ ઘટીને લગભગ 56 આવી ગયું હતું. ત્યારબાદથી તેમને આઇસીયુમાં રાખીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે 11:30 વાગે તેમને ચંદીગઢ પીજીઆઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ મિલ્ખા સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તેમના પરિવારના નિવેદન અનુસાર, ‘મિલ્ખા સિંહ માટે દિવસો થોડા મુશ્કેલ હતા. પરંતુ તેઓ તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે.’ તેઓ ગયા મહિને કોવિડ-19 સંક્રમણ થયા હતા. કોવિડ-19 સંક્રમણ સામે લડતા તેમની પત્ની નિર્મલ કૌરનું રવિવારે મોહાલીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.

Advertisement

Share

Related posts

મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન ગુજરાતી કવિ સંમેલન યોજાયું

ProudOfGujarat

ગુજરાતમાં પોલીસ વિભાગમાં 538 ASI ને PSI તરીકે અપાયું પ્રમોશન

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડાનાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!