જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે મેઘ સવારી આવી પહોંચી હતી. સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં સવારે 10 થી બપોરે 2 દરમિયાન ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. અનેક વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા પ્રથમ વરસાદે જ મનપાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી નાંખી હતી. પાણી ભરાવાના કારણે વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે મેઘસવારી આવી પહોંચી હતી. સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
આજે ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ પ્રથમ ધમાકેદાર એન્ટ્રી સાથે વરસાવેલ 2 ઇંચ વરસાદે જ જૂનાગઢ મનપાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેમ મહાનગરના એમજી રોડ સહિતના વિસ્તાર પાણી ભરાય ગયા હતા. જેને લઈ મનપાએ કાગળ પર જ પ્રિમોન્સૂનની કામગીરી કરી હોવાનું લોકોમાં છડેચોક ચર્ચા શરૂ થઈ હતી.
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ગિરનારની સીડી પરથી પાણી વહેતા થયા.
Advertisement