ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારના ડોક્યુમેન્ટમાં ગોટાળા હોવાનો ઘટવિસ્ફોટ થયો હતો. જેમાં બે જાતિ દર્શાવતા ડોક્યુમેન્ટ અલગ અલગ રજૂ કરતા આ મામલે પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસ કમિશનરે આ બાબતે કોઈ કાર્યવાહી ન કરતા ફરિયાદીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં ફરિયાદીએ ભરૂચ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી જેમાં ફરિયાદીએ તમામ પુરાવા રજૂ કર્યા હતા અને અંતે ફરિયાદીના વકીલે ગત તા. 6/2/16 માં રોજનો ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલો પરિપત્ર રજૂ કર્યો હતો. જેમાં કોઈપણ બીન જામીન ગુનો હોય તો સૌપ્રથમ તેનો ગુનો દાખલ કરી તપાસ કરી ન હોય પરંતુ પોલીસે ફરિયાદીની ફરિયાદ અસ્વીકાર કરી અન્ય પોલીસ મથકમાં ફરિયાદ કરવા જણાવતા આખરે પોલીસની ફરજમાં બેદરકારી જણાવતા ભરૂચની કોર્ટ સી ડીવીઝન પોલીસને 19 મી જૂનના રોજ બપોરના 3 વાગ્યે હાજર રહેવા ફરમાન કર્યું હતું.
પ્રાપ્ત માહીતી અનુસાર ભરૂચ નગરપાલિકા પ્રમુખ માટેની બેઠકમાં અનુસૂચિત જાતિની હોત અને અનુસૂચિત જાતિ ના જીતેલા ઉમેદવારને પ્રમુખ માટે ઉમેદવારી કરી પ્રમુખ જાહેર કરવાના હોય છે. જેમાં ભરૂચ પગરપાલિકા પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર 5 ના ઉમેદવાર અમિત ચાવડાની નિમણુક કરવામાં આવી હતી. પરંતુ તેઓએ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રજૂ ક્યુ હતું જેમાં દર્શાવેલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આધાર નોંધ તરીકે ઉલ્લેખ કરાયો હતો પરંતુ જે આધાર દર્શાવામાં આવ્યો છે તે આધાર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જાતી તરીકે હિંદુ દરજી દર્શાવલ છે જાતિ તરીકે માયાવંશી દર્શાવેલ ન હતું જેનો વિવાદ છંછેડાયો હતો.
રિધ્ધી પંચાલ, ભરૂચ