રાજપીપલા ખાતે કરજણ નદીને કિનારે આવેલ સ્મશાનગૃહ કાર્યરત છે જે ખુબ સારી રીતે સેવાભાવ સાથે સંચાલન થઈ રહ્યું છે. તેમાં લાકડાથી માંડીને આધુનિક ગેસ સગડી માટે આમ જનતા, સેવાભાવિ લોકોએ, તંત્રએ તેમજ વિવિધ સંસ્થાઓ ખુલ્લા હાથે દાન કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકા એ ગામમા બીજો એક વધુ સ્મશાન ગૃહ બનાવવા લાખોનો ખર્ચ કરવા જઈ રહી છે ત્યારે નગરના અન્ય વિકાસના કામો ઘણા બાકી છે. ત્યારે આ નવા સ્મશાન ગૃહ બનાવવાના મામલે ચર્ચા વિવાદ શરૂ થયો છે.આ અંગે રાજપીપલા જુનાકોટના નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી નવા સ્મશાન સામે વિરોધ પ્રગટ કર્યો હતો.
આ મામલે સ્મશાન ગૃહ જુનાકોટ વિસ્તારમાં બનાવવા માં આવતું હોય જેનો વિરોધ ઉઠ્યો છે. આવેદન પત્રમા જણાંવ્યા અનુસાર જુનાકોટના લોકોનું કહેવું છે કે પાલિકા નવું સ્મશાન આ વિસ્તારમા ન બનાવતા તેને જુના સ્મશાનમાં બનાવવામાં આવે એવી માંગ કરી છે . સાથે સાથે જ જુનાકોટ વિસ્તારના લોકોએ જિલ્લા કલેક્ટર ને સંબોધી ને આપેલ આવેદનમા જણાવ્યું છે કે રાજપીપલા નગર પાલિકાએ ઇલેક્ટ્રિક સ્મશાન બનવાનું નક્કી કર્યું છે. તે રહેણાક વિસ્તાર જુનાકોટથી નજીક જ આવેલું છે. નવા સ્મશાન નજીક જ રજવાડાં સમયથી શ્રી દંડી સ્વામીનો મઠ તેમજ સતી માતાના મંદિરના પરિસરમાં આવે છે. જ્યાં લોકો દરરોજ પૂજા અર્ચના કરવા તેમજ બાળકો અને વડીલો ત્યાં બેસી સમય પસાર કરતા હોય છે. ત્યારે રજવાડાં સમયથી શહેરી જનો તે સ્મશાનનો ઉપયોગ કરતા આવ્યા છે. અને હાલ પણ તેનો જ ઉપયોગ કરે છે. હાલ જે સ્મશાન તે સુંદર ને ડેવલમેન્ટ ને સુવિધા વાળું હોવા છતાં બીજી જગ્યાએ શું કામ ખસેડવું જોઇએ.? ઇલેક્ટ્રિક સ્મશાન જો જુના સ્મશાન માં ફેરફાર કરી ત્યાં બનાવામાં આવે અથવા જુના સ્મશાનની આજુ બાજુ નજીક કોઈ અન્ય જગ્યાએ હોય તો અમારા જુના કોટ વિસ્તારના તમામ રહેવાસીઓને કોઈ જાતનો વાંધો કે વિરોધ રહેશે નહિ.પરંતુ ઇલેક્ટ્રિક સ્મશાન જો મંદિરના પરિસરમાં બનાવવામાં આવ્યું તો અમે જુના કોટ વિસ્તારના તમામ રહેવાસીઓ તેનો વિરોધ કરીશુ.એમ જણાવતા નવા સ્મશાન બનાવવાનો મામલે વિવાદ જાગ્યો છે.
જયારે બીજી તરફ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ પણ નવા સ્મશાન ગૃહની જગ્યા બાબતે વિરોધ પ્રગટ કર્યો છે. જેમાં નવું સ્મશાન જે જગ્યા બનાવવું છે ત્યાં છે આદિવાસી સમાજનો વિસામો છે રાજપીપલા પાલિકા એ નવા સ્મશાન બનાવવાની જાહેરાત કરતા જ આ વિસ્તારની સ્થાનિક પ્રજાના વિરોધ બાદ આજે પાલિકાના પૂર્વ પાલિકા પ્રમુખને આદિવાસી યુવા આગેવાન મહેશ વસાવાએ પણ નવા સ્મશાન જે જગ્યા છે ત્યાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વિસામાં ની જગ્યા તારીખે ઓળખે છે તો આ જગ્યા ની પસંદગી બાબતે પણ પૂર્વ પ્રમુખ વિરોધ સોસીયલ મીડીયમાં વાયરલ કરતા નવુંસ્મશાન ગૃહહવે વિવાદનો મુદ્દો બન્યો છે.
બીજી તરફ રાજપીપલા નગરના જાગૃત નાગરિક વિજય રામીએ જણાવ્યું છે કે એની ખરેખર અત્યારે જરૂરિયાત છે ખરી? રાજપીપલાની અંદાજે 50000 ની વસ્તીમાં એક સ્મશાન ન ચાલે? હિન્દુ સમાજમાં મૃતદેહને અગ્નિદાહ આપ્યા પછી ત્રણ કલાકમાં એ રાખમાં પરિવર્તિત થઈ જાય છે. જયારે મુસ્લિમ સમાજ, માછી સમાજ (એક અન્ય સમુદાય),ખ્રિસ્તી સમાજમાં મૃતદેહને દફનવિધિ કર્યા પછીએ મૃતદેહને જમીનમાં માટી બનતા અંદાજે 10 થી 12 મહિના થાય છે ને એમના સંપ્રદાયના નિયમ મુજબ એકની પર એકને દફન કરી શકાતા નથી, તો ખરેખર સ્મશાન કે કબ્રસ્તાનની જરૂરિયાત કોને છે?
આ અંગે રાજપીપલા ખાતે નવીન સ્મશાન બનાવવા મામલે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપીપલા નગરના લોકોની માંગને લઈને અને કોરોના મહામારીમાં મૃતદેહોને અગ્નિદાહ આપવા લોકો ને જેતે સમયે ભારે મુશ્કેલી પડી હતી જેને લઈને સરકારે મંજૂરી આપી છે અને આપણા શહેર અને જિલ્લામાં ગરીબ અને પછાત વર્ગ વધુ હોય જેમને સ્વજનો ના મૃતદેહ ઇલેક્ટ્રિક સગડીમાં અગ્નિ દાહ આપવો હશે તો દરેક વ્યક્તિ ને પોસાઇ ખાનગીમાં 2 હજાર થી 3 હજાર રૂપિયા ચાર્જ થશે ત્યારે ખબર પડશે અને જેને મેન્ટેન રાખવું પણ કાંઈ સહેલું નથી. બીજી બાજુ શહેરોમાં સ્મશાન રહેણાંક વિસ્તારોમાં જ હોય છે. મંદિરની બાજુમાં જ હોય છે. એટલે વિરોધ કરવા કરતા સારી કામગીરી માં સપોર્ટ આપવો જોઈએ જો બે સ્મશાન હશે તો મુશ્કેલી પડશે નહિ એટલા કોલ્ડ સ્ટોરેજનો પણ નગરની જનતાને લાભ મળશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા