Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ : ગત રાત્રીથી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘમહેર…

Share

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરી હતી. જેના પગલે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી ધીમીધારે ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે વાતાવણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે, લોકો ધોધમાર વરસાદ પડે તેવી આશા રાખી રહ્યાં છે. બીજી તરફ જિલ્લામાં પણ વરસાદ વરસતા હજુ વાવણી લાયક વરસાદ ન થયો હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.

ભરુચ શહેરના અલગ અલગ વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગઇકાલ રાતથી જ ભરુચ પંથક્મા ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે ધોધમાર વરસાદ પડવાની જગ્યાએ હળવાં ઝાપટાં પડી રહ્યાં છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને લઈને નોકરી ધંધે જતા લોકોને પલળવું પડ્યું હતું. જોકે આ વરસાદ હજુ વાવણી લાયક વરસાદ ગણી શકાય નહી. પરંતુ થોડા દિવસોમાં હવે મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જેથી નવા વાવેતર કરવા લાયક વરસાદ ઝડપથી થઈ જશે તેવી આશા જાગી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ફી બાબતે NSUI નું ઉગ્ર વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ડભોઇના વડોદરીભાગોળ આવેલ પૌરાણીક બદ્રીનારાયણ મંદિરનું જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું છે.

ProudOfGujarat

ભરૂચ : શેરપુરા ગ્રામ પંચાયત દ્વારા 17 પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!