ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારોમાં કોરોના મહામારીના અનલોક બાદ ભરૂચ કાયદો અને વ્યવસ્થાના જાણે કે ધજાગરા ઉડી રહ્યા હોય તેમ એક બાદ એક હત્યા સહિતની ઘટનાઓએ પોલીસ વિભાગને દોડતું કરી મુક્યું છે, જાણે કે કોઈને પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેમ ગુનેગારો ગુનાની ઘટનાઓને અંજામ આપતા અચકાતા ન હોય તેમ ચકચારી ઘટનાઓ દીવસેને દિવસે સામે આવી રહી છે, પોલીસ વિભાગ એલ ઘટનાનું પગેરું શોધે ત્યાં તો બીજી ઘટના સામે આવી રહી હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન છેલ્લા કેટલાય દીવસોથી સામે આવી રહ્યા છે, જ્યાં હત્યા જેવા બનાવોનો ગ્રાફ છેલ્લા એક માસમાં ખુબ જ વધી ગયું હોય તેમ લાગી રહ્યું છે. કરજણ તાલુકાના સાંસરોદની મારુતિ હોટલ હોટલ નજીકથી એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.
કરજણ તાલુકામાં હોટલ મારુતિ નજીકથી પસાર થતી એક મોટી કેનાલ પાસે મૃતદેહ રાત્રીના સમયગાળા દરમિયાન ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. સાંસરોદ ગામના વતની અયુબભાઈ પિરિયાની ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતી. બનાવ અંગે મળતી માહીતી અનુસાર મરનાર અયુબભાઈના પત્નીના જણાવ્યા મુજબ બકરી ઈદ્દના દિવસે કોઈ આગમય કારણોસર ઉસ્માન ગરી લાખા અને તેનો પુત્ર શરફરાઝ ગરી લાખા સાથે મથામણ થઈ હતી અને તે અંગે ચાર દિવસ અગાઉ પણ ઉસ્માન ગરી લાખા દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ગઈ કાલે રાત્રીના સમયગાળા દરમિયાન મરનારને બેભાન કરી અને તેણે માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જેથી કાર્યવાહી કરજણ તાલુકા પોલીસે હાથ ધરીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરેલ છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ.