અંકલેશ્વર જીઆઇડીસીમાં જોગર્સ પાર્ક વિસ્તાર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા અર્પણાબેન અશોક હાતિમએ પેટી પલંગમાં સોના- ચાંદીના દાગીના અને રોકડ મૂકી હતી. તેમના પતિ અશોકભાઈને 20 હજાર રૂપિયાની જરૂર પડતા તેવો રૂપિયા કાઢવા ગયા હતા. તે દરમિયાન રૂપિયા ના મળતા તેઓ તપાસ કરતા પોટલુંવાળી મૂકેલા સોના-ચાંદીના દાગીના પણ ન હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 4.33 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટીમાં રહેતાં અર્પણાબેન હાતિમે તેમના મકાનના પેટીપલંગમાં 20 હજાર રૂપિયા રોકડા અને સોના તથા ચાંદીના દાગીના મુકયાં હતાં.
ગત રોજ રાત્રિના સમયે તેમના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો પેટીપલંગમાં રાખેલી રોકડ રકમ અને ઘરેણા ઉઠાવી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભમાં તેમણે 4.33 લાખ રૂપિયાની ચોરી અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે ઘરમાં તેમના સગા પુત્રએ જ ચોરી કરી હોવાની આશંકા વ્યકત કરી છે. હાલ તો જીઆઇડીસી પોલીસે પુત્રની પુછપરછ કરવાની કવાયત હાથ ધરી છે.