Proud of Gujarat
FeaturedFashionGujarat

4G ડાઉનલોડ સ્પીડમાં જિયો અને અપલોડમાં Vi ઈન્ડિયાએ બાજી મારી: એરટેલ ત્રીજા નંબરે

Share

રિલાયંસ જિયોના ગ્રાહકો માટે સારા સમાચાર, જિયો એક વખત ફરીથી સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડમાં બધા કરતાં આગળ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના મે મહિનાના આંકડાના અનુસાર, જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 20.7 MBPS માપવામાં આવી હતી. ગત મહિને એટલે કે એપ્રિલમાં રિલાયંસ જિયોની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 20.1 MBPS હતી.
છેલ્લા ઘણા વર્ષોથી જિયો ડાઉનલોડ સ્પીડના કેસમાં સતત નંબર વન 4G ઓપરેટર રહ્યું છે. વોડાફોન અને આઈડિયા સેલ્યુલરએ તેમના વ્યવસાયોને મર્જ કરી દીધા હતા અને હવે તેઓ વોડાફોન-આઈડિયા તરીકે કામ કરી રહ્યા છે પરંતુ એપ્રિલ 2021 સુધી TRAI બંનેના આંકડા અલગ અલગ જાહેર કરતું હતું. આ પહેલી વખત છે જ્યારે TRAIએ બંને કંપનીઓના આંકડા Viના નામથી જાહેર કર્યા છે.Vi ઈન્ડિયાના પહેલી વખત જાહેર થયેલા આંકડા અનુસાર, મે મહિનામાં કંપનીની સેરરાશ ડાઉનલોડ સ્પીડ 6.3 MBPS રેકોર્ડ કરવામાં આવી.
તેમજ એપ્રિલ મહિનામાં જ્યારે બંને કંપનીઓના આંકડા અલગ અલગ દર્શાવવામાં આવ્યા હતા ત્યારે વોડાફોનની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 7.0 MBPS અને આઈડિયાની 5.8 MBPS નોંધાઈ હતી. રિલાયંસ જિયોની ડાઉનલોડ સ્પીડ Vi ઈન્ડિયા કરતાં 3 ગણી વધારે છે.મે મહિનામાં 6.3 MBPSની સાથે Vi ઈન્ડિયા સરેરાશ 4G અપલોડ સ્પીડ ચાર્ટમાં સૌથી ટોચ પર હતું.
બીજા નંબરે રિલાયંસ જિયોએ બાજી મારી અને તેની અપલોડ સ્પીડ 4.2 MBPS હતી. એરટેલ સરેરાશ 4G અપલોડ સ્પીડની બાબતમાં પણ ત્રીજા નંબરે રહ્યું છે. કંપનીની મે મહિનાની સરેરાશ અપલોડ સ્પીડ 3.6 MBPS માપવામાં આવી હતી.TRAIના અનુસાર, મે મહિનામાં ભારતી એરટેલના પ્રદર્શનમાં ઘટાડો નોંધાયો છે. એરટેલની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ એપ્રિલમાં 5.0 MBPS હતી જેની તુલનામાં મે મહિનામાં 4.7 MBPS રહી હતી. એરટેલની તુલનામાં રિલાયંસ જિયોની ડાઉનલોડ સ્પીડ ચાર ગણી વધારે રહી છે. ભારતી એરટેલ આ સમસ્યાના કારણે સ્પીડની બાબતમાં ત્રીજા નંબર પર આવી ગયું છે

Advertisement

Share

Related posts

ઝઘડીયા : પાણેથા ગામે સાસરીયાનાં ત્રાસથી યુવતીએ દવા પી ને જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

ભરૂચ : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જવાનો પ્રયાસ કરનાર કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

ભરૂચ શીતલ સર્કલ પાસે વાનમાં શોર્ટ શર્કિટથી આગ લાગતા ભરૂચ પોલીસે પરિવારના ત્રણ સભ્યો સહીત એક બાળકીનો આબાદ બચાવ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!