Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનનાં ઉપક્રમે કોરોના વેક્સિન જાગૃતિ અંગે સેમિનાર યોજાયો.

Share

વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન અને ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે દયાદરા ગામે કોરોના રસી-આફત કે અવસર ? વિષય અન્વયે લોક જાગૃતિ માટે સેમિનાર યોજાયો હતો.

ભરૂચ તાલુકાના દયાદરા ગામે અકુજી હોલ ખાતે લઘુમતી સમાજના લોકોમા કોરોના વેક્સિન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી આયોજિત સેમિનારમાં પ્રાંત અધિકારી એન આર પ્રજાપતિ, જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.ધુલેરા દારૂલ કુર્આન જંબુસરના મોહતમિમ મુફ્તી અહમદ દેવલવી, સોલારીઝમના એમડી ફારૂક કેપી વડોદરાના પ્રસિદ્ધ પિડીયાટ્રીશ્યન ડૉ. શાહીદ મિર્ઝા, જંબુસરના ફિઝીશ્યન ડૉ. સોયેબ મુકરદમવાલા, ફેડરેશનના ઇન્ડીયા ચેપ્ટરના પ્રમુખ આદમભાઇ આબાદનગરવાલા, યુનુસભાઇ અમદાવાદી, અગ્રણી સુલેમાન પટેલ કૉ-ઓર્ડીનેટર સહિત અગ્રણી ઓની ઉપસ્થિતિમાં આયોજિત સેમિનારમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના ગામેગામથી ધાર્મિક વડાઓ તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અગ્રણી યુનુસ અમદાવાદીએ શાબ્દિક સ્વાગતમાં કોરોના મહામારી વાયરસ અને મનુષ્ય વચ્ચે જંગ હોવાનું જણાવતા ધાર્મિક વડાઓને કોરોના રસીકરણ અંગે સામાન્ય લોકોમાં વ્યાપેલા ભ્રમ તેમજ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે હાંકલ કરી હતી. આ પ્રસંગે ડૉ. સુએબ મુકરદમવાલાએ કોરોના મહામારીમાં પ્રથમ અને દ્વિતીય ચરણમાં લોકોએ વેઠવી પડેલી હાલાકી તેમજ સામાન્ય જનોએ કરેલી ભૂલોનુ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું તેમજ આગામી સમયમાં કોરોનાના સંભવિત ત્રીજા ચરણમાં શું તકેદારી લઈ શકાય સામાજિક આગેવાનોએ અને સામાન્ય પ્રજાજનોએ ત્રીજા ચરણમાં માટે આગોતરા આયોજનના ભાગરૂપે શું કરવું અને શું ન કરવું તે માટે માહિતી પ્રદાન કરી હતી.

આ ઉપરાંત કોરોના મહામારી નાથવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કોરોના રસીકરણ અભિયાનનો મોટા પાયે લાભ લેવા માટે ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લઘુમતી સમાજના લોકોને ઘરદીઠ જાગૃત કરવા આહવાન કરાયું હતું. ડૉ. શાહિદ મિર્ઝાએ કોરોના મહામારીમાં પ્રજામા જાગૃતતાનો અભાવ ઘાતક હોવાનું જણાવતા ધાર્મિક દ્રષ્ટિએ પયગમ્બર સાહેબના સંદેશ સાથે કોરોના રસીના લાભ વર્ણવવા સાથે હર્ડ ઇમ્યુનિટીની વ્યાખ્યા સમજાવી હતી. કોરોના મહામારીના ત્રીજા ચરણમાં બાળકો માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવા તેમજ મ્યુકોમાઇકોસીસ અંગે માહિતી આપી હતી. લોકોને પોતાની જીવન જીવવાની પ્રણાલી બદલવા આહવાન કર્યું હતું. જીલ્લા કલેકટર ડૉ. એમ ડી મોડીયાએ આ પ્રસંગે ટેલીફોનીક સંદેશ પાઠવતા લોકોને મહત્તમ કોરોના વૅક્સિનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જીલ્લા આરોગ્ય અધિકારી છે એસ ધુલેરાએ સોશ્યલ મિડીયામાં વ્યાપક વિવિધ ગેરમાન્યતાઓનો છેદ ઉડાડતા રસીકરણના ફાયદા વર્ણવ્યા હતા તેમજ વૉટ્સઅપ યુનિવર્સિટીની ભ્રામક વાતોમાં નહીં આવવા સાથે ભરૂચ જિલ્લામાં ૪૨૬૧૭૯ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૧૧૪૦૪૦ બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

Advertisement

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલો સામે બુટલેગરોની તરકીબો કેટલી મસ્ત છે..!!

ProudOfGujarat

વાગરામાં સર્વધર્મ સમૂહ લગ્નોત્સવમાં 20 યુગલોએ માંડ્યા પ્રભુતામાં પગલાં.

ProudOfGujarat

ભરૂચ : અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓ માટે વેકિસનેશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!