નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં જલજીવન મિશન અંતર્ગત જિલ્લાના કોઇપણ ગામનું ઘર પીવાનાં પાણી માટેના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે વાસ્મો દ્વારા સુચારૂં આયોજન ઘડી કઢાયું છે. જે અન્વયે નર્મદાના નિવાસી અધિક કલેક્ટર
એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના ૯૧ ગામોના કુલ ૧૦,૫૪૮ ઘરોને આવરી લેતી રૂ.૨૯૭૪.૯૦ લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
જિલ્લામાં મંજુર થયેલી ઉક્ત પીવાના પાણીની યોજનાઓમાં સાગબારા તાલુકાના ઉમરાણ, ઉભારીયા, રછવાડા, નવાગામ(જાવલી), મોરાવી, ખરપાડા, ગોટપાડા, બોદવાવ, ચીંબાપાણી, મોટા ડોરાંબા, નાના ડોરાંબા, નાની દેવરૂપણ, પુજારીગઢ ગરૂડેશ્વર તાલુકાના સુકા, સાંજરોલી, ચાપટ, ગલુપુરા, પાન તલાવડી, સુરવાણી, ભેખડીયા, ફુલવાડી ડેડીયાપાડા તાલુકાના પાનખલા(શીશા), પાનખલા(માથાસર), પાંચ ઉંમર, સુકવાલ, નિવાલ્દા, નાના સુકાઆંબા, નામગીરી, મોટી સીંગલોટી, માથાવલી, કનબુડી, જુના મોસદા, ઘનપીપર, ગડી, મોટી કાલબી, દાબદા, બોગજ, બલ, અણદુ, અરેઠી, બંટાવાડી, ફુલસર, ગીચડ, કલતર, કંજાલ, કણજી, ખજલી દાબડા, કોકટી, લાડવા, મોહબી, પાટવલી, સગાઈ, સજનવાવ, સામરઘાટ, સાંકળી, સીંગલ ગભાણ, સીંગલવાણ, વાંદરી, વેડછા, ઉમરાણ, ઉભારીયા તથા નાંદોદ તાલુકાના બામણ ફળિયું, ચિત્રાવાડી, ચીત્રોલ, કરાઠા, મૈયસી, રાણીપુરા, રૂઢ, ટીંબી, વાંદરીયા, બીટાદા, બોરીદ્રા, ગાડીત, ગાગર, કાંદરોજ, ખુંટા આંબા, મોવી, નાની ચીખલી, રીંગણી, પલ્સી, ઉમરવા, જીતગઢ, સુંદરપુરા, વરખડ, વણઝર, ખામર, વાવડી, હેલાંબી, રામગઢ અને તરોપા ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.
સમિતિના સભ્ય સચિવ અને વાસ્મોના કાર્યપાલક ઈજનેર વિનોદ પટેલ, જિલ્લા આયોજન અધિકારી ડી.એમ.મકવાણા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા, વાસ્મોના જીલ્લા કો-ઓર્ડીનેટર રાકેશ ચૌધરી, પ્રાયોજના વહીવટદારશ્રી, પાણી પુરવઠા, ડીજીવીસીએલ, સિંચાઈ વગેરે વિભાગના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસે કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલી અને પ્રગતિ હેઠળની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી તથા ૧૦૦% નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજુ કરેલ આયોજન મુજબ સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરવાની વ્યાસે હિમાયત કરી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા