Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા માટે કોરોના મહામારીના કારણે નિરાધાર થયેલા બાળકોના આશ્રય માટે ખાસ સંસ્થાઓ જાહેર કરાઇ.

Share

કોરોના મહામારીમાં બાળકના સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઈને જુવેનાઈલ જસ્ટીસ એકટ-૨૦૧૫ હેઠળ નોંધાયેલ બાળ સંભાળ સંસ્થાઓને કોરોના મહામારીના કારણે નિરાધાર થયેલા બાળકોના આશ્રય માટે ખાસ સંસ્થાઓ જાહેર કરવામાં આવેલ છે, જેમાં કોરોના વાયરસના કારણે કોઈ બાળકના માતા-પિતા પૈકી કોઇ એક અથવા બન્ને મૃત્યુ પામ્યા હોય અને આવા સંજોગોમાં તે બાળકને તેના કોઈ નજીકનાં સગાસબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય અથવા કોઈ બાળકના માતા-પિતા પૈકી કોઇ એક અથવા બન્ને કોરોના વાયરસ પોઝિટીવ થવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય અને તેવા બાળકને તેના કોઈ સગાસબંધી સાળસંભાળ રાખી શકે તેમ ન હોય તો આવા સંજોગોમાં સમાજ સુરક્ષા વિભાગ હેઠળની બાળસંભાળ સંસ્થાઓમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોને કાળજી અને સારસંભાળ માટે મોકલી શકાશે, બાળકોની સારસંભાળ લઈ શકે તેમ ન હોય તેવા બાળકના કિસ્સામાં જરૂરી તપાસ અને ચકાસણી કરીને આવા બાળકોને બાળ કલ્યાણ સમિતીની જરૂરી મંજૂરી મેળવી જરૂરીયાત મુજબના દિવસો માટે પ્રવેશ આપવામાં આવશે.

વધુમાં, નર્મદા જિલ્લામાં ૦ થી ૧૮ વર્ષના કિશોર કિશોરી અને બાળકો માટેની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયત કરાયેલ સંસ્થાઓમાં પ્રવેશ માટેની કાર્યવાહી બાળ કલ્યાણ સમિતી નર્મદા દ્વારા કરવામાં આવશે. તદઅનુસાર, નર્મદા જિલ્લા માટે કોવિડ–૧૯ ના સમયગાળા માટે કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો માટે ખાસ જાહેર કરેલ સંસ્થાઓ જેવી કે ૦ થી ૦૬ વર્ષ સુધીના બાળકો માટેની સંસ્થામાં વિશિષ્ટ દત્તક સંસ્થા,નારી સંરક્ષણ કેન્દ્ર કેમ્પસ, નંદેલાવ રોડ, જુની આઇ.ટી.આઇની બાજુમાં, તા.જી. ભરૂચ ફોન નં.(૦૨૬૪૨)-૨૬૭૬૭૦ અને ૦૭ થી ૧૮ વર્ષના કિશોરી માટેની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ગુજરાત ગેસ કંપનીની સામે, આદિજાતિ કન્યા છાત્રાલયની સામે, વનવિહાર રોડ, તા.જી. ભરૂચ. ફોન નં.(૦૨૬૪૨)-૨૨૨૦૨૨ તેમજ ૦૭ થી ૧૮ વર્ષના કિશોર માટેની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શ્રી પ્રાદેશિક બાળ સંરક્ષણ મંડળ, રાજપીપલા, સૂર્ય દરવાજા, જિલ્લા કોર્ટની સામે, તા.જી. નર્મદા. ફોન નં.(૦૨૬૪૦)-૨૨૦૩૧૩ ઉપર સંપર્ક સાધવા જિલ્લા બાળ સુરક્ષા સમિતિ સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજપીપલાએ જણાવાયું છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નેત્રંગ પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનામા નાસતો ફરતો આરોપીને નેત્રંગ પોલીસે મોરમ્બા ખાતે થી ઝડપી પાડ્યો

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાની હદમાં આવેલ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવા અંગે સ્થાનિકોએ વિરોધ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ઇનર વ્હીલ કલબનાં હોદ્દેદારોએ ઘરડા ઘર ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!