ગઇકાલે સાંજના સમયે LNG પેટ્રોનેટની જેટી નજીક સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહેલી ટગબોટમાં એક કબૂતર આવીને બેઠું હતું જેના પગમાં ટેગ નજરે પડતા પોર્ટ સિક્યુરિટીને જાણ કરાઈ હતી. કંપનીની સિક્યુરિટીએ આ કબૂતરને ઝડપી પાડી પોલીસને જાણ કરતા કાફલો દોડી ગયો હતો.મામલાની ગંભીરતા પારખી દહેજ મરીન પોલીસના સબ ઇન્સ્પેકટર વિપુલ ગાગીયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયા તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કબૂતર મળવાની સ્થિતિ અને કબુતરની તપાસ શરૂ કરી હતી.ઝડપાયેલ કબુતરના પગમાં એક ટેગ લગાડેલું છે . આ ટેગ ઉપર એક નંબર લખવામાં આવ્યો છે. પોલીસે આ ટેગની તપાસ શરૂ કરે તેમાં કોઈ ટ્રેકર કે જીપીએસ સિસ્ટમ છે કે કેમ? તેની તપાસ શરૂ કરી છે. આ ટેગ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે.સામાન્યરીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કે તબીબી તપાસ થાય છે પણ સિવિલ હોસ્પિટલમાં મરીન પોલીસ કબૂતર લઈને પહોંચી હતી.
રેડિયોલોજી વિભાગમાં કબૂતરનો x -ray કાઢવામાં આવ્યો હતો. જોકે સુરક્ષા કારણોસર રિપોર્ટ ખાનગી રાખવામાં આવ્યો છે.આજે દેશના સૌથી ઝડપી વિકસિત પોર્ટ દહેજમાં એક શંકાસ્પદ કબૂતર મળી આવતા પોલીસ સહીત ગુપ્તચર એજન્સીઓ દોડતી થઇ ગઈ છે.
આ કબૂતરના પગમાં એક ટેગ લગાડેલું છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.એજન્સીઓ દ્વારા કબૂતરો એક્સ-રે પણ કઢાવવામા આવ્યો છે. એક વર્ષ પહેલા પણ આ રીતે જ કબૂતર ઝડપાયું હતું. એક વર્ષ અગાઉ પણ આવો મામલો સામે આવ્યો હતો.એક વર્ષ અગાઉ પણ દહેજ પોલીસને આ પ્રકારનું કબૂતર મળી આવ્યું હતું. જેમાં ટેગ લાગેલી હતી.