શહેરના પીપલોદ સ્થિત ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાની દિવ્યાંગ બાળકોની શાળામાં સુરત મહાનગરપાલિકાના સહયોગથી અને સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરના માર્ગદર્શનથી આજે તા. ૧૫ મી ને મંગળવારે વિકલાંગો માટે યોજાયેલા વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું ઉદઘાટન શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ દીપ પ્રાગ્ટયથી કર્યું હતું. આ પ્રસંગે કનુભાઈ ટેલરે સૌને આવકારીને મહાપાલિકાનું આભારદર્શન સાથે રસીકરની મહત્તા જણાવી હતી. સવારે ૯-૩૦ થી બપોરે ૩-૦૦ દરમ્યાનના આ કેમ્પમાં ૧૮ વર્ષથી વધુ વયના ધોરણ ૧૧, ૧૨ અને કૉલેજના દિવ્યાંગ બાળકો તથા અન્ય દિવ્યાંગો મળી ૧૨૦ દિવ્યાંગોને લાભ ઉપલબ્ધ કરાવ્યાની માહિતી ચિરાગે આપી હતી.
જયદીપ રાઠોડ, સુરત
Advertisement