Proud of Gujarat
FeaturedGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેકશન મેપિંગ શો નાં સમયમાં ફેરફાર : જાણો શુ છે લેસર શો નો સમયગાળો..?

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજના સમયે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) અત્રે આવનાર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ પૈકી એક છે. સામાનય રીતે ૧૯.૦૦ કલાકે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુને ધ્યાને લેતા અગાઉ આ સમય ૧૯.૩૦ નિર્ધારિત કરાયો હતો, ઉનાળાની સિઝનમાં દિવસ લાંબો થતો જાય છે,જેના કારણે તાત્કાલીક અસરથી SOUADTGA દ્રારા પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો)નો સમય ૨૦.૦૦ કલાકથી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અત્રે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેની લેસર ગયાં શક્તિશાળી છે. પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય અત્રેની કચેરીથી આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

આ મધર્સ ડે એ માતૃત્વની ઉજવણી – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ બનતી દરેક માતાના માતૃત્વની ઉજવણી કરવા માટે સમય કાઢે છે !

ProudOfGujarat

ગોધરા: મહર્ષિ વાલ્મિકી ઉદ્યાન જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં…!

ProudOfGujarat

અંકલેશ્વર- ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ કરશો તો દંડ વસૂલાશે પણ ગાડી પાર્ક કરવી ક્યાં.?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!