સુરત જિલ્લામાં અસામાજિક કૃત્યો ઘણા સામે આવી રહ્યા છે ત્યારે હવે પોલીસ કર્મીઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો છે જે પોલીસ કર્મચારીઓઓ જાહેર જનતાને સેવા આપવા તત્પર ઉભા રહેતા હોય છે તે જ પોલીસ કર્મીઓ હવે પોતાની હવસ માટે મહિલાઓનો ભોગ લઇ રહ્યા છે તેવી જ એક ઘટના સુરત જિલ્લાની સામે આવી રહી છે.
સુરતના પલસાણા પોલીસ મથકમાં આજરોજ એક પોલીસ કર્મીની વિરૂધ્ધ બળાત્કાર કરવાના કૃત્ય સામે પોલીસ ફરિયાદ નોંધાય હતી. હાલ ઉમરપાડા વિસ્તારમાં ફરજ બજાવતા નરેશ કાપડિયા વિરૂધ્ધ દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાય હતી. મળતી માહિતી અનુસાર જ્યારથી કોરોના શરૂ થયો છે લગભગ દોઢ વર્ષ પહેલા કોરોના સમયમાં માસ્ક પહેરવું ફરજિયાત બન્યું હતું તે સમય દરમિયામ મહિલાએ માસ્ક ન પહેર્યું હતું જેથી મહિલાને હેરાન ગતિ રૂપે મહિલાને ગાડીમા બેસાડીને એક જગ્યા પર લઇ જઈને પોલીસ કર્મી દ્વારા દુષ્કર્મ આચારવામાં આવતું હતું. જે દરમિયાન મહિલાને ડરાવી ધમકાવીને બળજબરી પૂર્વક તેના અશ્લીલ ફોટા પાડીને વારંવાર તેની પર દુષ્કર્મ આચરતો હતો અને કોઈને જણાવશે તો તેના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ કરશે તે રીતની ધમકીથી મહિલાને ચૂપ કરી રાખી હતી. પરંતુ મહિલા આખરે કંટાળીને પલસાણા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ