Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત નવસર્જન ટ્રસ્ટ દ્વારા શાળા સંચાલકોનુ બાળકો સાથે અન્યાયીક અને ભેદભાવવાળુ વર્તન સામે વાલીઓના સમુહ સાથે ડી.ઇ.ઓ. તેમજ રાજયના શિક્ષણમંત્રીને કરી લેખીતમાં ફરીયાદ.

Share

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલ એલ.પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં ૨૦૨૦-૨૧ માં આર.ટી.ઇ. એકટના માધ્યમથી ૧૦ થી ૧૨ બાળકોને પ્રવેશ ફાળવેલ પરંતુ સ્કુલના હિટલરશાહી માફિયા, સ્કૂલ સંચાલકો અને ટ્રસ્ટીઓ દ્વારા હાલમાં કોરોના લોકડાઉનને કારણે ઓનલાઇન ચાલતા શિક્ષણથી બાળકોને વંચિત રાખવામાં આવી રહ્યા છે તેમજ ફી ચૂકવીને શિક્ષણ લઇ રહેલ બાળકોની તુલનામા આર.ટી.ઇ. હેઠળ શિક્ષણ લઇ રહેલ બાળકો સાથે અન્યાયીક અને ભેદભાવ વાળુ વર્તન કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત ફી ચુકવીને શિક્ષણ લઇ રહેલા બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ શિક્ષણ બાળ છે, પરંતુ આર.ટી.ઇ. હેઠળ શિક્ષણ લઇ રહેલા બાળકોને માત્ર વોટસઅપ પર અભ્યાસ અંગે પી.ડી.એફ. મોકલી આપવામાં આવે છે જેથી બાળકોનુ શિક્ષણનુ સ્તર ખૂબ જ નીચુ જ રહે છે.

આ સમગ્ર મામલે વાલીઓ દ્વારા શાળા સંચાલકોને વારંવાર ફરીયાદ અને આજીજી કરવા છતાં શાળા સંચાલકો દ્વારા તોછડાઇ પૂર્વક ઉત્તર આપવામા આવી રહેલ કે, ‘ તમારા બાળકો સાથે આવુ જ વર્તન થશે અને આવી જ રીતે અભ્યાસ કરાવવામાં આવશે, તેઓનો ઓનલાઇન શિક્ષણ આપવામા આવશે નહી, તમારે જયાં ફરીયાદ કરવી હોય, તમને જે કરવું હોય તો તમે કરી શકો છો, તમારા બાળકને બીજી સ્કૂલમાં એડમિશન કરાવી શકો છો, સરકાર અમને પૈસા આપતી નથી અમે આ રીતેનુ વર્તન જ કરીશું.” વધુમાં વાલીઓને શાળા સંચાલકો દ્વારા એવુ પણ જણાવવામા આવેલ કે, ” આર.ટી.ઇ. ના નિયમોમાં આવુ કયાંય લખ્યુ નથી કે અમારે પુરે પુરુ એજ્યુકેશન આપના બાળકોને આપવુ જરૂરી છે અને અમો ચાલુ વર્ષ દરમ્યાન તમારા બાળકને કોઇપણ પ્રકારની સ્વીમીંગ, કોમ્પ્યુટર, પ્રેકટીકલ વિગેરે જેવી એકટીવીટીમાં લઇને નહીં જઇએ.” એવુ ઉધ્ધતાઇ ભર્યુ તોછડાઇ પૂર્વકનુ જવાબ આપવામાં આવી રહેલ છે. જે તદ્દન આર.ટી.ઇ. એકટના નિયમો વિરૂધ્ધનુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ શાળા સંચાલકો દ્વારા આર.ટી.ઇ. હેઠળ બાળકોને પ્રવેશ આપવાની સ્પષ્ટ ના કહી દીધી હતી પરંતુ વાલીઓ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને તા. ૧૬-૦૯-૨૦૨૦ ના રોજ લેખિત ફરીયાદ આપતા શાળા સંચાલકોએ ડી,ઇ,ઓ. ની કોને માત્ર કહેવા આવેલો ત્યા દરમ્યાનગીરીથી બાળકોને માત્ર કહેવા પુરતો પ્રવેશ આપેલો તેમજ ત્યારબાદ હાલમા પણ બાળકોને ઓનલાઇન શિક્ષણ નહીં આપવાના મામલે વાલીઓ દ્વારા તા. ૮-૦૨-૨૦૨૧ ના રોજ પણ ડી.ઇ. ઓ. ને લેખિત ફરીયાદ અપાયેલ. પરંતુ કોઇ આગળની કાર્યવાહી આજદીન સુધી કરવામા આવી રહેલ ન હોય, જેથી સુરત નવસર્જન ટ્રસ્ટના સંપર્કમાં રહેલા વાલીઓ દ્વારા ટ્રસ્ટને ફરીયાદ કરતા સદર હુ સુરત નવસર્જન ટ્રસ્ટના સભ્યો દ્વારા વાલીઓના સમુહ સાથે ડી.ઇ.ઓ. તેમજ રાજય શિક્ષણ મંત્રીને ઉપરોકત જણાવ્યા મુજબની લેખીતમાં ફરીયાદ કરી, જિલ્લા શિક્ષણ અધિકારીના સંકુલ તેમજ રાજય શિક્ષણ અધિકારીની કચેરીના સંકુલમાં “શિક્ષણનો વ્યાપાર બંધ કરો”, “સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શર્મ કરો’, “હિટલર શાહી બંધ કરી”, “.ટી.ઇ.ના વિધાર્થીઓ સાથે થતો અન્યાય અને ભેદભાવ દુર કરો”, “પાલ, એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કુલની માન્યતા રદ કરો” એવા ગગનચુંબી નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કરી લેખીત ફરીયાદ આપવામાં આવી.

Advertisement

જયદીપ રાઠોડ : સુરત


Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા પોલીસને ચકમો આપી ભાગી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો.

ProudOfGujarat

ભરૂચ નગરના ગાંધી બજારના વેપારીઓ વિવિધ સમસ્યાઓના પગલે ત્રાહિમામ પોકારી ઉઠયા છે…

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા અશ્વ, સ્વાન અને શશ્ત્રોનુ પુંજન કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!