રાજપીપલા : ડેડીયાપાડા તાલુકાના સાબુટી ગામમા ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધ કામ બંધ કરવા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમા જણાવેલ વિગત અનુસાર નર્મદા જીલ્લો એ પાંચમી અનુસુચી અને પેસા એક્ટ નિયમ અંર્તગત લાગુ પડે છે. તેમ છતા સાબુટી ગામે અન્ય ધર્મના લોકો દ્વારા હાલ ચર્ચનું બાંધકામ કરી રહ્યા છે. આ ગામમાં આદિવાસી ગામ છે અને આ ગામમાં એક પણ ખ્રિસ્તી નથી. તે છતા ખ્રિસ્તીઓ દ્રારા બહારથી આવી ચર્ચ બનાવવામાં આવે છે. જો આ ગામમાં ચર્ચ બની જશો તો ગામની અખંડીતા અને એકતા પર અસર થશે અને ગામમાં ઝધડાનું વાતાવરણ ઉભુ થશે અને અમારી પરંપરાઅને સંસ્કૃતીનું દહન થશે. સાથે જે આ ચર્ચ બની જશે તો રાષ્ટ્ર વિરોધી ગતિ વિધિ ચાલુ થઈ જશે તેવી અમને ભીતી છે અને રાષ્ટ્ર્ર વિરોધી ગતિને બળ મળશે. તો આપ વિનંતી છે સરકારના વર્ષ ૨૦૧૧ ના ધમાંન્તરણના કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમ છતા આ ચર્ચનું કામ જો બંધ કરાવામાં નહી આવે તો ગામમાં આ બાબતે કંઈ પણ થશે તો જવાબદારી તંત્રની રહેશે એવી ચીમકી પણ આપી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા