જળ જીવન મિશન (JJM) અંતર્ગત ગુજરાત ગ્રામીણ પીવાના પાણી ક્ષેત્રમાં સેન્સર આધારિત સર્વિસ ડિલીવરી મોનીટરીંગ સિસ્ટમનું અમલીકરણ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. રાજ્યના બે જીલ્લાઓમાં આ પ્રોજેક્ટ પહેલેથી જ કાર્યરત છે જેથી કરીને પાણીના જથ્થાની કામગીરીનું નિરીક્ષણ કરી શકાય જેમ કે નિયમિતપણે અને લાંબા સમયગાળાના આધાર પર પ્રત્યેક ગ્રામીણ પરિવારને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ગુણવત્તા સાથે પૂરું પાડવામાં આવે.
નર્મદા જિલ્લામાં જલજીવન મિશન અંતર્ગત જિલ્લાનું કોઈ પણ ઘર પીવાનાં પાણીના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે વાસ્મો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના 91 ગામોના કુલ 10,548 ઘરોને આવરી લેતી રૂપિયા 2974.90 લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી ગુજરાત કે જે પ્રાથમિક રીતે પાણીની તંગી ધરાવતું રાજ્ય છે, તેણે અત્યાર સુધી આ સંકટ સામે ખૂબ વ્યુહાત્મક પહોંચ અપનાવી છે. રાજ્ય પાસે પીવાના પાણીના જથ્થાના વ્યવસ્થાપનમાં પહેલેથી જ સારું સામુદાયિક સંકલન છે કે જે વોટર એન્ડ સેનિટાઈઝેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (WASMO)ના માધ્યમથી 2002 માં શરુ થયું હતું. મજબૂત પાયો હોવાના કારણે રાજ્ય વોટર સર્વિસ ચાર્જના રૂપમાં સમુદાય પાસેથી આશરે 70% વાર્ષિક O&M ખર્ચ પ્રાપ્ત કરે છે. ગઈકાલે રાજ્યના અધિકારીઓની પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગની સાથે એક બેઠક યોજવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય નાણાકીય વર્ષ 2020,21 માટે ગ્રામીણ પરિવારોને પારિવારિક નળના જોડાણો પુરા પાડવા માટે વાર્ષિક એક્શન પ્લાન તૈયાર કરવા માટેનો હતો. રાજ્યમાં કુલ 93.6 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 65 લાખ (70%) પાસે પહેલેથી જ પારિવારિક નળના જોડાણો છે. રાજ્ય વર્ષ 2020-21 માં ગ્રામીણ વિસ્તારોમાં 11.15 લાખ પારિવારિક નળના જોડાણો પુરા પાડવાનો છે. રાજ્યએ આ પ્લાન ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTCs)નો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સામે આવી રહેલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. બાકી રહી ગયેલા વિસ્તારોમાં વિશાળ પશુધનની વસ્તી, ઓછી વસ્તી ગીચતા ધરાવતા પહાડી પ્રદેશો, ખૂબ જ ક્ષાર ધરાવતા દરિયાકિનારાના વિસ્તારો, નીચલા સ્તરના પાણીઅ સંસાધનો ધરાવતા વિસ્તારોનો અને બારમાસી વિશાળ પાણીનો જથ્થો ધરાવતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યએ સપ્ટેમ્બર 2022 સુધીમાં 100% કવરેજનું લક્ષ્ય રાખ્યું છે.