વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામના ગીરીશ પટેલ નામના ખેડૂતે પોતાના ખેતરમાં સફરજનની ખેતી કરી અશક્ય વાતને શક્ય કરી બતાવી. આજના આધુનિક યુગમાં યુગના ખેડૂતોને એક પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડ્યું છે. સખ્ત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને ગીરીશ પટેલે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. મીડિયા ટીમ દ્વારા વેમાર ગામની સીમમાં આવેલા ગીરીશ પટેલના ખેતરની મુલાકાત લઈ તેઓ સાથે વાતચીત કરી સફરજનની ખેતી વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે મને પહેલેથી જ કંઇક નવીન કરવાનો શોખ છે. મારા ત્રણ વિંઘાના ખેતરમાં મેં ત્રણસો જેટલા સફરજનના છોડનું વાવેતર કર્યું હતું. એમાંથી ૮૦ જેટલા છોડ સુકાઇ ગયા હતા અને ૨૨૦ છોડ અકબંધ રહ્યા હતા. જે છોડ અકબંધ રહ્યા તે દરેક છોડ પર સફરજન નજરે પડ્યા હતા. આમ માત્રને માત્ર શીત પ્રદેશમાં ઉગતા ફળનું ગીરીશ પટેલ નામના ખેડૂતે ઉષ્ણ પ્રદેશમાં સફળ વાવેતર કરી અન્ય ખેડૂતો માટે તેઓ પ્રેરણાદાયી રૂપ સાબિત બન્યા છે.
યાકુબ પટેલ : કરજણ