Proud of Gujarat
FeaturedGujaratINDIA

તંત્રની બેદરકારી : લીંબડીના ખાડીયાપરા વિસ્તારમાં વિજપોલમાં આગ ભભુકી ઉઠી : PGVCL માં કોલ કરવા છતાં કોઈ રિપ્લાઇ નહિ.

Share

સુરેન્દ્રનગરના લીંબડી ખાડિયાપરા વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે હોનારત સર્જાઈ હતી. ખાડીયાપરા વિસ્તારમાં વિજપોલમા એકાએક ભડાકા સાથે આ આગ ભભુકી ઉઠી હતી જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે લોકોના ટોળે ટોળા ભડાકાના અવાજને જોવા ઉમટી આવ્યા હતા.

લોખંડના વિજપોલમા ઉપરના ભાગમા એકાએક ભડાકાના અવાજ સાથે આગ ભભુકી ઉઠી હતી. ખાડીયાપરાના લોકો દ્વારા તાત્કાલિક PGVCL નો સંપર્ક કરી પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી તેમ છતાં અડધો કલાક પછી આ કચેરીના કર્મચારીઓ રીપેરીંગ માટે આવ્યા હતાં હવે સવાલ એ થાય છે કે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો PGVCL જવાબદારી લે ખરી ત્યારે હાલમાં લીંબડી PGVCL લીંબડી હેલ્પ લાઇન નંબર કોઈ ઉપાડ્યું નથી તે લોકો માટે સમસ્યાનો વિષય બની ગયો હતો.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020 નો આજથી પ્રારંભ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ઉકળાટમાં રાહત : રેલ્વે ગરનાળાઓમાં પાણી ભરાતા જનતાને હાલાકી.

ProudOfGujarat

શહેરા તાડવા ગામે પતિએ પત્નીને સામાન્ય તકરારમાં મોતને ઘાટ ઊતારી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!