Proud of Gujarat
FeaturedGujaratINDIA

‘આપ’ પર ભાજપની ‘નજર : ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ : આવતીકાલે ભાજપની મોટી બેઠક : તમામ MLAને હાજર રહેવાનો આદેશ

Share

મિશન-2022 અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે ત્યારે ભાજપની ચિંતામાં પણ હવે વધારો થયો છે જેને લઈ ભાજપ પક્ષે પણ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે 15 મી જૂને ભાજપના ધારાસભ્યોને બેઠક મળનાર છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ તાબડતોડ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે મહત્વનું છે કે ભાજપ પ્રદેશ પ્રભારી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ભાજપના સંગઠનના મોટા નેતાઓ સાથે બેઠકો યોજી હતી તે બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાની શક્યાતાએ જોર પકડ્યું હતું સંગઠન નેતાઓથી લઈને રાજ્યમાં કેબીનેટ મંત્રીઓમાં પણ ફેરફારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા.

પરતું ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં બીજા દિવસે દિલ્લીથી તેડું ગયું હતું જેને લઈને અનેક ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ હતી. આવતી કાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળનારી છે જેમાં ભાજપના ધારાસભ્યો તમામ ધારાસભ્યોને હાજર રહેવાનું ફરમાન કર્યું છે, આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે, 2022ની તૈયારીઓના ભાગ રૂપે આ બેઠક મહત્વનું માનવામાં આવે છે. કોરોનાની બીજી લહેરમાં લોકોમા સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો જેને લઈ સરકારની છબી ખરડાઈ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં સરકારની અને ભાજપની છબી સુધારવા લોકો સામે કેવા મુદ્દાઓ લઈને જઈ શકાય તે વિશેની ચર્ચાઓ કરવામાં આવનાર છે. ધારાસભ્યોને કયા ક્યા મુદ્દાઓ સાથે લોકો સમક્ષ જવું તેમજ સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવનાર છે, બીજી તરફ આજે મુખ્યમંત્રી રૂપાણી ત્રણ વાગ્યે પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે જેમાં કોરોના સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સરકારે કેવા પ્રકારની તૈયારીઓ કરી છે.

Advertisement

આગામી સમયમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવનાર છે તે મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી જનતા સમક્ષ પત્રકાર પરિષદના માધ્યથી સરકાર આરોગ્યની સુવિધાઓને લઈને મહત્વની જાહેરાત કરી શકે તેવું મનાઈ રહ્યું છે. રાજ્યમાં ઓક્સિનજન, બેડ, વેન્ટિલેટર જેવી સુધાઓ વધારવા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. ત્રણ વાગ્ય યોજાનાર આ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયર મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ પણ હાજર રહેશે તેવું મનાઈ રહ્યું છે.


Share

Related posts

ડાકોર રોડ પર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વરમાં પ્રતિન ઓવરબ્રિજ નજીક અજાણ્યા બાઇક સવાર બે ઈસમોએ રાહદારી યુવકને પથ્થર મારી મોબાઈલની લૂંટ ચલાવતા ચકચાર મચ્યો છે…

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશનની જન્મ-મરણનાં શાખામાં અન્ય અધિકારી ઉપર બેવડા ચાર્જના પગલે કામગીરીમાં વિલંબ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!