વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે આરોપીને ઝડપી એસ.ઓ.જી. નર્મદાપોલીસે ઝડપી ૭૨૧ ગ્રામ ગાંજો તથા અંગ ઝડતી માંથી રોકડા રૂ.૬૧૦/- મળી કુલ કિ.રૂ.૭,૮૨૦/- ના મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહાનિર્દેશક સી.આઈ.ડી ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નાર્કોટીક્સનાં કેસો શોધી કાઢવા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ. જે અનુસંધાને પોલીસમહા નિરીક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નર્મદાની સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોએ બાતમી આધારે શમીમભાઇ ઈસાજીભાઇ ખાટકી (રહે. સેલંબા, કુઈદા જમાદાર ફળીયું, તા.સાગબારા જી. નર્મદા)ને પોતાના કબજા ભોગવટા રેહણાંક ઘરમાંથી વેચાણ માટે રાખેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૭૨૧ ગ્રામ કી. રૂ.૭૨૧૦/-તથા અંગ ઝડતી માંથી રોકડા રૂ.૬૧૦/- મળી કુલ કિ.રૂ.૭,૮૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તથા ગાંજો આપનાર યોગેશ મહારાજ ઉર્ફે યોગેશ ભૈયા (રહે ભુતનાથ મંદિર અક્કલકુવા, તા.અક્લકુવા, જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા