Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : જાંબુઘોડા તાલુકા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી.

Share

પંચમહાલ જીલ્લાના તાલુકા વિશ્રામ ગૃહ ખાતે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં કાર્યકરો સાથે બેઠક રાખવામાં આવી.બેઠક ની શરૂઆત શૂરવીર મહારાણા પ્રતાપની વિરતા અને વિશેષતાના પ્રસંગોને યાદ કરી અને કાર્યકરોને શુભેચ્છા આપી કરવામાં આવી.બેઠકમાં તાલુકાના વિવિધ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી. જેમાં જિલ્લા સમિતિમાં મહામંત્રી તરીકે અર્જુનસિંહ બારીઆ (વકીલ), સહ સંગઠન મંત્રી તરીકે માજી સરપંચવખતસિંહ બારીઆની નિયુક્તિ કરવામાં આવી.

તાલુકા સંગઠનમાં તાલુકા પ્રમુખ તરીકે જયેશભાઈ બારીઆ (LLB), ઉપ પ્રમુખ તરીકે હાર્દિકભાઈ, ભીખાભાઈ તડવી, યોગેશભાઈ તથા મહામંત્રી તરીકે સંદિપભાઇ બારીઆ, સંગઠન મંત્રી તરીકે સંજયભાઈ બારીઆની નિમણુંક કરવામાં આવી. તાલુકા મહિલા પ્રમુખ તરીકે શુભંગીનીબેન તથા યુવા પ્રમુખ તરીકે નવનીતભાઈ બારીઆ અને મહામંત્રી તરીકે કમલેશભાઇ તથા એસટી સેલ પ્રમુખ તરીકે રાઠવા ગણપતભાઇ અને ઉપ પ્રમુખ તરીકે નાયક જગદીશભાઈની નિમણુક કરવામાં આવી. જ્યારે બક્ષીપંચ સેલ પ્રમુખ તરીકે ભાનુભાઇ બારીઆની નિયુક્તિ કરવામાં આવી. સૌ નવ નિયુક્ત પદાધિકારીઓને ઉપસ્થિત પાર્ટીના આગેવાનોએ ફુલહારથી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૌ નવ નિયુક્ત પદાધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, રાજકીય વાતાવરણમાં અને જાહેર જીવનમાં આવ્યા બાદ સંયમિત જીવન જરૂરી છે. આપણું વાણી વર્તન, વ્યવહાર યોગ્ય રહેવું જરૂરી એમ જણાવતા વધું ચેતવણી બાબતે કહ્યું હતું કે, આજના રાજકીય વાતાવરણમાં નિખાલસતા અને ખેલદિલી જોવા મળતી નથી આમ આદમી પાર્ટી માં લોકો જોડાય છે અને સંગઠન મજબુત બની રહ્યું છે ત્યારે અન્ય પક્ષો વિપક્ષોના પેટમાં તેલ રેડાય છે. એટલે આજના રાજકીય જીવનમાં સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે સંયમ અને વિવેક રાખી આપણે સમાજસેવા અને લોક સેવાના કામો કરવા.

લોકોની સમસ્યાઓની રજૂઆત ની કામગીરી કરવી, લોક સંપર્કમાં રહેવું, નિયમિત રહેવું એ સાચા સમાજસેવકનું કામ છે અને આપણે એજ કરવાનું છે. એમ કહી જાંબુઘોડા તાલુકામાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન બનાવવા સૌને હાકલ કરી હતી.સાથે સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા લોકોમાં વધતી જોવા મળી રહી છે અને શિક્ષિત અને યુવા વર્ગ પાર્ટીમાં જોડાય રહ્યા છે તેનું કારણ દિલ્હીમાં કેજરીવાલજી અને ગુજરાતમાં ગોપાલભાઈ ઇટાલીયાની કામગીરી છે.આ બેઠકમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલભાઇ ચૌહાણ, ઘોઘંબા તાલુકાના રાજકીય આગેવાન અર્જુનસિંહ બારીઆ, ઘમિરસિહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

રાજુ સોલંકી ,પંચમહાલ


Share

Related posts

વાલિયા તાલુકાનાં ચમારીયા ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો 71 મો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

માંગરોળના વાંકલ, ભીલવાડા અને શાહ ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષકે મુલાકાત લીધી

ProudOfGujarat

અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પાસે આવેલ વાલીયા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!