ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલા મહિનાથી પેટ્રોલ ડીઝલ સહિત રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો છે. કોરોના જેવી મહામારી દરમિયાન લોકો બેરોજગાર થયા હોવાથી લોકો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હોવાથી ઘણી મુશ્કેલીમાં મુકાયા છે. લોકોને રાંધણ ગેસના ભાવ વધવાથી ખાવા બનાવું મુશ્કેલ બની રહ્યું છે જેથી લોકોને ઘરનું તંત્ર ખોરવાઈ રહ્યું છે, પગાર ન વધવાની સામે મોંઘવારી ઘણી વધી રહી છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવામાં અટકણો ઉભી થઈ રહી છે, ત્યારે સરકાર પાણી જેમ વહી રહ્યું છે તેમ પેટ્રોલ -ડીઝલના ભાવ બેફામ વધારી રહી છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી 1-2 રૂપિયા સાથે આંકડો 70-75 રૂપિયાથી સીધેસીધો 92-93 રૂપિયા પર પહોંચી જવા પામ્યો છે. આ જૂન મહિનાની જ વાત કરીયે તો 1લી જૂને પેટ્રોલનો ભાવ 91.8 રૂપિયા હતો જે બીજી જૂને વધીને 91.9 રૂપિયા થયો હતો. ત્રીજી જૂને ભાવ 91.7 રૂપિયા થયો ત્યારે 4 થી જૂનથી 8 જૂન સુધી પેટ્રોલનો ભાવ 92.2 રૂપિયા રહ્યો હતો. 9 અને 10 જૂને ભાવ 92.9 રૂપિયા થયો હતો જયારે 11 જૂને ભાવ સીધો 93.1 રૂપિયા થયો હતો સાથે 12 અને 13 જૂને ભાવ 93.3 રૂપિયા પર પહોંચ્યો હતો અને 14 મી જૂનના રોજ ભાવ 93.6 રૂપિયા પર પહોંચ્યો છે.
વિપક્ષ દ્વારા કરવામાં આવેલ પેટ્રોલ ડીઝલના ભાવ સામે ધરણા છતાંય ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ સહિત ગુજરાતના કેટલાક સ્થળો પર કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ ઘટાડા માટે પેટ્રોલ પંપો પર હોબાળો મચાવામાં આવ્યો હતો પરંતુ સરકારે જાણે એ વાત પર ધ્યાન જ ના આપ્યું હોય તેમ આજે પણ ભવ સતત વધી જ રહ્યા છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ