Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : અંકલેશ્વર નજીક હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : બસના કંડકટરનું ગંભીર મોત.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આજરોજ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર નજીક હાઇવે પાસે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

બનાવ અંગે મળતી માહીતિ અનુસાર, આજરોજ અંકલેશ્વર હાઇવે પર એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસ ટ્રકને ઓવરટેક કરતી હોવાની ચર્ચાઓ થઇ રહી હતી જેથી ખાનગી બસ ડ્રાઈવર કાબુ ગુમાવતા બસ આગળના ભાગથી ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી જતા બસમાં બેસેલ બસ કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બસ કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને તેમાં બેસેલ ઇજાગ્રસ્ત 2 મુસાફરોને સારવાર અર્થે ખસેડાયા અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અમે સરકારની આ ગેરબંધારણીય વિનાશક નીતિ ચલાવી નહિ લઈએ : છોટુભાઈ વસાવા.

ProudOfGujarat

મોબાઈલ વપરાશ કરતા માટે ચેતવણી રૂપ કિસ્સો : કરજણ ધાવટ ચોકડી પર એક વ્યક્તિના શર્ટના ખિસ્સામાં મોબાઈલ સળગ્યો.

ProudOfGujarat

નર્મદા એલ.સી.બી.એ ચાર જુગરિયાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!