ભરૂચ જિલ્લામાં અવારનવાર અકસ્માતની હોનારત સર્જાતી હોય છે. આજરોજ ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલ નર્મદા નદી પર આવેલ જુના સરદાર બ્રિજ પછી પ્રવેશ દ્વાર પાસે એંગલમાં અચાનક જ એક ટ્રક ઘુસી જતા હોનારત સર્જાઈ હતી.
આજરોજ વહેલી સવારે ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે જુના સરદાર બ્રિજ પર એક ટ્રેલર બ્રિજ પાસે આવેલા એંગલમાં ઘુસી ગયું હતું. એંગલમાં ધડાકાભેર ટ્રેલર ઘુસી જતા ડ્રાઈવર સહિત અન્યની દોડધામ મચી જવા પામી હતી. ટ્રેલરની કેબીનના ભાગના ફુરચા થયા અને એંગલમાં ઘુસ્તાની સાથે જ ડ્રાઈવરે પોતાનો બચાવ કર્યો હતો જેથી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ. અકસ્માત સર્જાતાની સાથે જ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી અને અકસ્માતના પગલે થોડા સમય માટે થોડો ઘણો ટ્રાફિક સર્જાયો. જાણવા મળ્યું કે બ્રિજ જૂનો થઇ ગયો હોવાને કારણે ભારે વાહનોના પ્રવેશ બંધી માટે બ્રિજની આગળ એંગલ લગાવવામાં આવ્યા છે.
ભરૂચ : ઝાડેશ્વરના જુના સરદાર બ્રિજના પ્રવેશ દ્વાર પાસે એંગલમાં ટ્રેલર ઘુસી જવાથી અકસ્માત સર્જાયો.
Advertisement