સુરત ના ભાઠેના ખાતે આવેલી મેલીનીયમ 2 ટેક્સટાઇલ માર્કેટ મા આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે ફાયર વિભાગ સમયસર પહોંચી જતા આગ પાર કાબુ મેળવી મોટી જાનહાની થતા ટળી હતી.સુરત મા ટેક્સટાઇલ માર્કેટ મા અગ લાગવાના બનાવો વધી રહ્યા છે તેવામાં આજરોજ સુરત ની ભાઠેના ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ 2 મા આઠમા માળે આગ લાગી હતી.આગ લાગતા આસપાસ ના વિસ્તાર માં ભય નો માહોલ જોવા મળ્યો હતો.ખાસ કરી ને માર્કેટ મા કપડા નો જથ્થો હોવાથી આગ વિકરાળ સ્વરૂપ લઈ શકે તેવી દહેશત ફેલાઈ હતી.આગ ને પગલે ફાયર વિભાગ ને જાણ કરાતા ફાયરવિભાગ ના 6 સ્ટેશન ખાતે થી 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.અને સમયસર પહોંચી હાઇડ્રોલિક મશીન દ્વારા આઠમા માળે પાણી નો મારો ચલાવી આગ વિકરાળ બને તે પહેલા જ બુજવવા મા સફળતા મળી હતી.આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું ફાયરે પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું… હાલ સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ને લઈ સપાટો બોલાવવા મા આવી રહ્યો છે અને ફાયર ની અપૂરતી વ્યવસ્થા જણાતા શોપિંગ મોલ અને માર્કેટ ને નોટિસ આપી તેમજ સિલ ની કામગીરી હાથ ધરી રહી છે ..તેવામાં આ માર્કેટ ની યોગ્ય તાપસ કરવામાં આવશે અને જો કોઈ અપૂરતી સુવિધા જણાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.હાલ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ મા લાગેલી આગ સંપૂર્ણ કાબુ મા આવી ગઈ છે જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથીં ત્યારે તંત્ર અને સ્થાનિકો એ હાશકારો લીધો હતો..
સુરત ની મિલેનિયમ ટેક્સટાઇલ 2 માં આગ:ફાયર દ્વારા આગ પર કાબુ મેળવાયો.
Advertisement