ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બન્યો હતો. સૈજપુર આગળ આવેલી એક ઇન્ક બનાવતી કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. એમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. એમાં 40 ફાયરની ગાડીએ ઘટના સ્થળે જઈને આગ બુઝાવી હતી.
આ દરમિયાન ઓઢવ ફાયર સ્ટેશનમાં 3 ફાયરના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે તેમને હોસ્પિટલમાં સમયસર સારવાર મળવાથી આજે રજા આપવામાં આવી છે. આ ફેકટરીમાં 2 ઓરડીમાં કારીગરો રહે છે, તેઓ કાલે ફેકટરીમાં જ હતા. જોકે આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેમણે ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો અને તેઓ ફેકટરીની બહાર નીકળી ગયા હતા. રાત્રે તેઓ સૂતા હતા ત્યારે તેને લાગ્યું કે ફેકટરીમાં કઈ ચમકારો થયો, તેથી મેં ત્યાં જઈને જોયું તો સામાન્ય આગ લાગી હતી. ત્યાર બાદ મેં અન્ય કારીગરોને ઉઠાડ્યા અને અમે ફાયર એક્સટિંગ્વિસર વડે આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અચાનક ભડકો થતાં મેં પહેલાં મારા પરિવાર અને અન્ય કારીગરને બહાર મોકલી દીધા હતા અને ફેકટરીના માલિકને જાણ કરી હતી. ત્યાર બાદ તેમણે ફાયરબ્રિગેડને બોલાવી હતી.
જોકે આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આગના ગોટેગોટા નીકળતા હતા. ફાયરની ઘણી ગાડીઓએ ભારે જહેમત બાદ આ આગ બુઝાવી હતી. અમારી જોડે 14 ફાયર એક્સટિંગ્વિસર હતા, પણ આ આગને બુજાવવા માટે કાંઈ થયું નહીં. મારી બાઇક અંદર બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ તો અંદર જવાય એમ નથી, જેથી નુકસાનનો અંદાજો ન લગાવી શકાય. કોઈ જાનહાનિ ના થાય એ જ મોટી વાત છે.
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીઝના ઓઢવ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા 3 ફાયરમેન-કર્મચારી આગથી હાથ તથા મોઢાના ભાગે વત્તાઓછા પ્રમાણમાં દાઝી જતાં તેમને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
તેમને સારવાર આપી રજા આપવામાં આવી છે. આકસ્મિક લાગેલી આ ભીષણ આગને કારણે ઈન્ક બનાવતી ફેક્ટરીમાં રાખવામાં આવેલાં રો-મટીરિયલ, મશીનરી, પાકો તૈયાર માલ, ઈલેક્ટ્રિક વાયરિંગ અને બિલ્ડિંગની ઈમારતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.શહેરમાં આગના બનાવ અવારનવાર બનતા હોય છે, જેમાં છેલ્લા ઘણા સમયથી આવી અનેક ઘટનાઓ શહેરમાં સામે આવી છે, જેમાં કેટલીક જગ્યાએ અપૂરતી ફાયરની સુવિધા અને વેન્ટિલેશનના અભાવને કારણે આગ લાગતી હોય છે.
હાલ હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઈને દાખલ કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી થઈ રહી છે, જેમાં કોર્ટે પણ સરકારને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે.
અમદાવાદ:સૈજપુર પાસે એક ઇન્ક બનાવતી કંપનીમાં ભભુકી આગ : 40 ફાયરની ગાડીએ ઘટના સ્થળે
Advertisement