નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખરેઠા ગામના છગનભાઇ તુલીયાભાઇ વસાવા ખેતીકામ કરી ઘરગુજરાન ચલાવે છે.પોતાના ઘરના છાપરા ઉપર ઢોર-ઢાકર માટે ઘાસચારો ભયૉ હતો.કોઈ અગમ્યા કારણોસર સંધ્ધાકાળના સમયે ઘરમાં એકાએક આગ લાગી હતી.જેમાં કપડા,અનાજ-કરીયાણું,ઘરવકરીનો સામન અને જીવનજરૂરીયાતની ચીજવસ્તનો સામાન બળીને ખાખ થઇ જવા પામ્યુ હતું,ઘરમાં આગ લાગ્યાની ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતાં તાત્કાલીક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા.પાણીનો છંટકાવ અને ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે પરીવારના સભ્યોને કોઇ જાનહાની કે ગંભીર ઇજાઓ પહોંચી નહતી.પોતાની નજર સામે જ ઘર આગની ઝપેટમાં બળીને ખાખ થઇ જતા પરીવારના સભ્યો ચિંતાતુર બની ગયા હતા.આ બાબતે ખરેઠા ગ્રા.પંચાયતના સરપંચ અને તલાટીએ પંચકેસ કરીને આગળની કાયઁવાહી હાથધરી હતી.
Advertisement