પ્રાપ્ત થતી માહિતી અનુસાર બાતમીના આધારે સુરત એસ.ઓ.જીની ટીમ અને ઉંમરપાડા પોલીસે સંયુક્ત રીતે વેલાવી ગામની સીમમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન સાદડાપાણી ગામ તરફથી આવતા ટેમ્પો(જીજે-૦૫-યુયુ-૯૧૦૨)ને અટકાવી અંદર તપાસ કરતા ત્રણ ગાય અને એક વાછરડાંને ક્રુરતાપૂર્વક ખીચોખીચ બાંધીને ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા વગર લઈ જવામાં આવી રહ્યા હતાં.ટેમ્પોચાલક અને સાથે બેસેલા વ્યક્તિઓને નામ પૂછતા સુરેશભાઈ દામજીભાઈ વસાવા અને અર્જુનભાઈ મગનભાઈ વસાવા (રહે.પાટલામોવ,તા.સાગબારા)હોવાનું જણાવ્યું હતું.તેમની પાસે પશુ ભરવા માટે પાસની માંગણી કરતા નહિ હોવાનું જણાવતા કતલ કરવાના ઇરાદાથી લઈ જતા હોવાનું જણાતા મુંબઇ પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ની કલમ ૫,૬,૮ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૯ની કલમ ૫,૬ (ક) (ખ), ૮ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement