Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ટાઉનમાંથી પસાર થતી અમરાવતી નદી સુકી બનતા પ્રજા હેરાન પરેશાન…

Share

નેત્રંગ ટાઉનમાથી પસાર થતી અમરાવતી નદી ચાલુ ઉનાળાની સિઝન દરમિયાન સુકી ભઠ બનતા તેમજ બોર, કુવાઓના પાણીના સ્તર નીચે ઉતરતા દર વર્ષની જેમ ભરઉનાળે ટાઉનના તમામ વિસ્તારમાં એક દિવસના અંતરે માંડ ૩૦ મિનિટ પીવાનું પાણી મળતા પ્રજા હેરાન પરેશાન.

તો બીજી તરફ ગ્રામપંચાયત સતાધિશો તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ મલાઇદાર વિકાસના કામોમાં જ રસ ધરાવતા હોઇ ત્યા પ્રજા તરસે જ મરે તેવું ટાઉન સહિત પંથકની પ્રજામાં ચર્ચાઇ રહ્યુ છે.

ચાલુ ઉનાળાની સિઝન દરમિયાન નેત્રંગ ટાઉનમાથી પસાર થતી અમરાવતી નદીના પટમાં માચઁ માસથી જ પાણીનો પ્રવાહ નહિવત્ થતા હાલમાં નદીનો પટ સુકો ભથ‍ થઇ જતા તેના કિનારે પંચાયત વારીગુહના બે કુવા તેમજ બોર આવેલ છે, જુના નેત્રંગ વિસ્તારમાં તેમજ ડબ્બા ફળીયા વિસ્તારમાં આમ બે કુવા આવેલ છે, તેમજ બે બોર આવેલ છે, નદીમાં પાણી નહિં હોવાથી બંન્ને કુવા તેમજ બોરમા પાણીના સ્તર એકદમ નીચે જતા રહ્યા હોવાના લીધે તેમજ કંબોડીયા ગામના કુવામાંથી લાવવામાં આવતો પાણીપુરવઠો પણ ત્યાના કુવામા પાણીનો પ્રવાહ ઓછો થતા ટાઉનના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલ બોરોમા પણ, પાણીના સ્તર નીચે ઉતરતા ટાઉનની પ્રજાને રોજીદી જરુરીયાત મુજબનુ પાણી, વારીગુહમા એકત્રિત નહિ થતા, તમામ વિસ્તારોમાં એક દિવસના અંતરે પાણી પુરવઠા માંડ દરેક વિસ્તારમાં ૩૦ મિનિટ જેટલો આપવામાં આવતા પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે. તેમા પણ વિજ પુરવઠો ખોરવાતા પાણી વિતરણનુ ટાઇમ ટેબલ ખોરવાતા વારીગુહના કર્મચારીઓ તેમજ પ્રજા તોબા પોકરી ઉઠે છે.

Advertisement

નેત્રંગ ટાઉનમા દર ઉનાળાની સિઝનમા પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થતી હોઈ છે જેને ગ્રામપંચાયતના પદાઘિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ બિલકુલ નજર અંદાજ નહિ કરતા હોવાથી ટાઉનની પ્રજાનો પીવાના પાણીથી લઇને વપરાશના પાણી માટે કોઇપણ જાતના આગોતરૂ આયોજનના અભાવને લઇને છેલ્લા ૧૫ વષઁથી અમરાવતી નદી પર બનાવેલ ચેકડેમ તુટી ગયા હોવા છતાં જળસંચય માટે રીપેરીંગ કામ નહિ કરવામાં આવતાં પાણીનો મોટો જથ્થો સંગ્રહ થવાને બદલે વહી જાય છે,

બીજી તરફ નદીના પટમાં જંગલ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ચોમાસાની સિઝન દરમિયાન માટી તેમજ રેતી મોટા પ્રમાણમાં આવતા નદીના પટમાં પુરાણ થતા પાણી ઓછા પ્રમાણમાં સંગ્રહ થાય છે, સરકારની સુજલામ સુફલામ યોજના જયારથી શરૂ કરવામાં આવેલી છે, ત્યારથી આજદીન સુધી આ યોજનો લાભ ગ્રામપંચાયત સતાધિશોએ લેવાની તસદી નથી લીધી ? તો બીજી તરફ પાણી સમસ્યાથી તમામ ઉચ્ચ અધિકારીઓ વાકેફ હોવા છતા સુજલામ સુફલામ્ જળ અભિયાનનો લાભ નેત્રંગને મળે તેની દરકાર લીધી નથી.હાલના તંત્ર દ્વારા પીવાના પાણી સમસ્યા થોડા વર્ષમાં વહેલી તકે હલ થઇ જશેની લોલીપોપ પ્રજાને આપવામાં આવી રહી છે.પરંતુ આજની તારીખે પીવાના પાણીનો સવાલ ગંભીર છે તેનું શુ ? ગ્રામપંચાયતના મહિલા સરપંચ સહિત અન્ય સભ્યો, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર, પાણી પુરવઠા વિભાગ વિગેરે ટાઉનની પ્રજાના પીવાના પાણીની સમસ્યા બાબતને ગંભીરતાથી લેશે કે કેમ કે પછી મલાઇદાર વિકાસના કામોમાં રસ દાખવશે તેવું ટાઉન પ્રજામા ચર્ચાઇ રહ્યુ છે.


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ProudOfGujarat

અરવલ્લી : ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં તસ્કરોએ 1.80 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

અંકલેશ્વરના અંસાર માર્કેટમા ભંગારના ગોડાઉનમાં પોલીસની રેડ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!