ગત તા.05/06/21 ના પર્યાવરણ દિવસના રોજ પ્રાઉડ ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ બાયોડીઝલ કૌભાંડ અર્થે ભરૂચ કલેકટર દ્વારા જિલ્લાના પોલીસ વડા, તમામ મામલતદારને લેખિતમાં જાણ કરી નેશનલ હાઈવે ઉપર ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના વેપલાને બંધ કરવા સૂચના આપી છે. ભરૂચના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપએ કામગીરી હાથ લીધી હતી, જેની કામગીરી અર્થે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવ અંગે માહીતી મુજબ એસ.ઓ.જી સ્ટાફના માણસો એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા માટે ભરૂચ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ જી. આઈ. ડી. સી.માં આવેલ પ્લોટ નંબર.21 આર. કે. સ્ટીલ નામની કંપનીનો પ્લોટ ભાડે રાખી એકતા એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા લાઈટ ડીઝલ ઓઇલ નામનું પ્રવાહી લાવી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી તેમાં પ્રોસેસિંગ કરીને તેણે બાયોડીઝલ તરીકે છૂટક સ્પલાઉ કરતો હતો અને તે સમયે જ એક ટેન્કર જવલનશીલ પ્રવાહીનો જથ્થો લાવીને ખાલી કરતો હતો. જેથી એસ.ઓ.જી. દ્વારા રેઇડ કરતા ટેન્કર નંબર GJ 12 AT 8560 માં લાઈટ ડીઝલ ઓઇલ નામનું પ્રવાહી રાજકોટથી ગેરકાયદેસર રીતે ભરૂચ જી. આઈ. ડી. સી. માં આર. કે સ્ટીલ નામની કંપનીના શેડમાં લાવીને સંગ્રહ તેમજ સાધન સામગ્રી વડે બાયોડીઝલ બનવાનું પ્રોસેસિંગ કરી શેડમાં ફાયર સેફટીના કોઈ સાધનો નહીં રાખી અને કંપનીમાં જવલનશીલ પ્રવાહીને બાયોડીઝલમાં રૂપાંતર કરવા સરકાર દ્વારા કોઈ મંજૂરી મળેલ ન હોવાથી ગેરકાયદેસરનો પ્રવાહી જથ્થાને સંગ્રહ કરી ગુનો કરતા પકડાયેલ આરોપી વજુભાઈ નાનજીભાઈ ડાંગર તથા એકતા એન્ટરપ્રાઈઝના માલિક મુનાફભાઇ રહીમ ભાઈ મેમણનાઓની ધરપકડ કરવામાં આવી હતી અને કુલ 24,000 લીટર જવનલશીલ પ્રવાહી જેની કિંમત 13,0227,20/- તથા ટેન્કર કિંમત 15,00,000/- મળીને કુલ 28,027,720/- ના મુદ્દામાલનો કબ્જો કરી કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન આરોપીઓ વિરૂદ્ધ IPC ની અમુક કલમો હેઠળ ગુનો દાખલ કરી અમે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
પરંતુ અંકલેશ્વર પંથકમાં હજુ પણ લગભગ 20 જેટલાં જાહેરમાં બાયો ડિઝલના સ્ટેન્ડો ઉભા રહેલા હોવાની ચર્ચાઓ થઇ રહી છે આને કારણે પર્યાવરણને ઘણું નુકશાન થઇ રહ્યું છે. શું ચોપડે કેસ બતાવાને કારણે શું આવા છૂટક કેસો જ લેવામાં આવશે ? અંકલેશ્વર પંથકમાં ચાલી રહેલા જાહેરમાં બાયોડીઝલના વેપલામાં ક્યાંક ટેન્કર ઉભા રાખી તો ક્યાંક ટાંકીઓ ગોઠવી અને સ્ટેન્ડ ઉભા કરીને કાળાબજારી ચાલી રહી છે. તો આનું નિરાકરણ શું ?આ રીતની કામગીરી તાત્કાલિક હાથ ધરાવી જોઈએ જેથી પર્યાવરણને થતું નુકશાન અટકે અને કોઈ મોટી જાનહાની ના થાય તે દિશામાં પોલીસ વડા કામ કરે તેવી ચર્ચા ચાલી રહી છે. જો જિલ્લામાં પ્રદીપસિંહ જાડેજા જિલ્લા પ્રભારી મંત્રી હોય તે જિલ્લામાં ઢીલી કામગીરીને કારણે સરકારનું જ ક્યાંક ખોટું દેખાઈ રહ્યું છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.