Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં વાગરામાં હત્યામાં ભોગ બનનાર સામે મર્ડર કરનાર બે ઈસમોને ઝડપી પાડયા.

Share

ગતરોજ વાગરા તાલુકા વિસ્તારમાં આવેલ સાયખા જી.આઈ.ડી.સી. વાળા સુમસામ રસ્તા પર ભોગ બનનાર ઉપર ફાયર આર્મસથી ફાયર કરી મડર કરનાર બે ઈસમોને ગણતરીના કલાકોમાં ભરૂચ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા હતા અને ગુનો નોંધ્યો હતો.

ગઈકાલે રાતના 8 અને 8:30 વાગ્યાના સાયખા જી.આઈ.ડી.સી વાળા રસ્તા પર ઈ.સી.મરીન કંપની નજીક રોડ પર સ્ટ્રીટ લાઈટ પાસે કોઈ અજાણ્યા ઇસમે કોઈ અગમય કારણસર ગન વડે છાતીના ભાગે બે ગોળી તથા ગરદનના પાછળના ભાગે ગોળી મારી ખૂન કરી મોત નીપજાવી ગુનો કરેલ હતો જે ગુનાની ગંભીરતાને સમજીને જંબુસર જિલ્લા પોલિસ ભરૂચ એલ. સી. બી., એસ. ઓ. જી. પેરોલ ફ્લો સ્કોડ તથા સ્થાનિક પોલીસની ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી વિઝીટ કરવામાં આવી ત્યારબાદ જાણવા મળેલ કે મરણ પામેલ ઈસમનું નામ અશ્વિનભાઇ ઉર્ફ શંભુ રમેશભાઈ પટેલ રહે. વિલાયત, ભરૂચ જેઓ જ્યુબીલિયન્ટ કંપનીમાં નોકરી કરતો હતો.

Advertisement

મળતી માહીતી અનુસાર આરોપી આલમ જ્યુબીલિયન્ટ કંપનીમાં તથા ફમેટા બાયોટેક લી. તથા ઘરદા કેમિકલ કંપનીમાં ઇલેક્ટ્રિકલ જોબનું કામ કરતો હતો. જેમાં જ્યુબીલિયન્ટ કંપનીમાં કામ કરતા અશ્વિનભાઇ ઉર્ફે શંભુભાઈ રમેશભાઈ પટેલ સાથે 2009 થી મિત્રતા હતી ત્યારબાદ તેઓની સાથે પૈસાના લેવડદેવડનો વ્યવહાર ચાલતો હતો આ નાણાકીય લેવડદેવડમાં તેમની વચ્ચે કોઈ કારણસર ખટરાગ થયેલ જેથી આરોપી સરફે આલમે અશ્વિન પટેલનું ખૂન કરવા માટે તેના સગા સાળા જેનું નામ મશીહુલ આલમ રહેફુલ આઝમ ભોલેમિયાઓને હથિયાર સામે બિહારથી બોલાવ્યો હતો આ હથિયાર મશીહુલ આલમે લાકડાઈ જવાનાં ડરથી બિહારથી બસમાં ચોખાની બોરીમાં સંતાડીને લાવેલ હતો અને સરફે આલમ તથા મશીહુલ આલમે ભેગા મળીને ગઈ કાલે રાત્રીના સમયે જાનથી મારી નાંખવાનું પૂર્વ આયોજિત કાવતરું રચેલું હતું જેને માટે અશ્વિન પટેલને સાયખા જી.આઈ.ડી.સી. માં આવેલ ભેરસમ ગામ જવાનાં સુમસામ રસ્તા પર ધંધાકીય મિટિંગ માટે બોલાવીને અશ્વિન પટેલને વાતોમાં ફોસલાવીને આરોપી મશીહુલ આલમે અશ્વિન પટેલને પાછળથી ગરદન ઉપર ફાયરિંગ કર્યું હતું અને આગળથી 2 ગોળીઓનો પ્રહાર કર્યો હતો એમ મળીને કુલ ત્રણ રાઉન્ડમાં ફાયર આમ્સથી પ્રહાર કરવામાં આવ્યો હતો અને બંને આરોપીઓ નાસી ગયા હતા. જેઓ બંનેની વાગરા ખાતેથી પકડી વાગરા પોલીસ સ્ટેશન લાવી બંને આરોપીઓની પૂછપરછ દરમ્યામ માર મારતા તેઓએ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેઓની ધરપકડ કરીને વાગરા પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

અભિનેત્રી કાવ્યા થાપરની પ્રથમ ફિલ્મ મિડલ ક્લાસ લવની સફળતા બાદ ગુરુજીના આશીર્વાદ લેવા અને લંગર ચઢાવવા અનંતધામ દેહરાદૂન પહોંચી.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી ગામે વૃદ્ધાને ખેતરનાં રૂમમાં પૂરી ઇસમે સોનાની બંગડીઓની લુંટ કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં હવે યોગ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે માતરીયા તળાવ નજીક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!