Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ઔધોગિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની ઓક્સિજન સિલિન્ડર સહિત પૂરતા સાધનોની મદદથી કોરોના સામે મળી સફળતા : ભરૂચ કલેકટરની સરાહનીય કામગીરી.

Share

વિશ્વ અને દુનિયાભરના દેશો સાથે કેન્દ્ર-રાજ્ય સરકાર છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહી છે તેની સાથે સાથે પ્રજાજનોએ સહકાર આપવામાં પણ પાછી પાની નથી કરી અને યેન-કેન પ્રકારે એકબીજાને મદદરૂપ બન્યા છે અને તેમાં પણ ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વાણિજ્યક સંસ્થાઓ, રાજ્યના દરેક જિલ્લામાં સહકાર આપી રહી છે.

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના માર્ગદર્શન અને નિર્દેશથી જિલ્લાની ધાર્મિક, સ્વૈચ્છિક અને ખાસ કરીને આ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વિસ્તારની કંપની પણ મદદરૂપ થવામાં અને સહકાર આપવામાં પાછી પાની નથી કરતાં પરંતુ તેમને પ્રેરણા આપનાર જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા દ્વારા વારંવાર ધાર્મિક, સામાજિક, સ્વૈચ્છિક અને વાણિજ્યક સંસ્થાઓ સાથે બેઠક કરીને ઓક્સિજનની અછત વર્તાતી હતી તે દૂર કરવામાં ભરૂચ જિલ્લાને સફળતા મળી છે તેમ કહીએ તો ખોટુ નથી. તાજેતરમાં જ ભરૂચ જિલ્લાની વિવિધ કંપનીઓ દ્વારા ઓક્સિજન કન્સ્ટ્રેટર આપવામાં આવ્યા છે. જેમાં રૂબિલ્સ પ્રા લિ. જંબુસર – ૦૫, મેઘમણી કંપની દહેજ પ લિટરના – ૧૨, એ.ટી.સી. ટાયર કંપની દહેજ ૧૦ લિટરના – ૧૫, ટેવેક્ટીશન ફાર્માસ્ટ્રીકલ ૭ લિટરના – ૦૫, શિવાફાર્મા લિ. દહેજ મીની – ૧૦, અદાણી પાવર લિ. ૧૦ લિટરના – ૧૦, મહેબુબ ખાન ચેરીટેબલ ટ્રસ્ટ – ૦૧, આર.એસ.પી.એલ. પાનોલી ૫ લિટરના – ૧૦, ઓપેલ દહેજ ૫ લિટરના – ૧૦, વીટલ એલ.એલ.પી. દહેજ ૫ લિટરના – ૦૫, વર્લ્ડ વિઝન ઝઘડીયા ૫ લિટરના – ૨૫, કન્સ્ટ્રેટર મશીન આપવામાં આવ્યા છે તેવી જ રીતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સરાહનીય પ્રયાસોથી રીલાયન્સ ફાઉન્ડેશન, GNFC ભરૂચ દ્વારા ૨૦૦૦ – ૨૦૦૦ મેડીસીન કીટ આપવામાં આવી છે. ગુજરાત કેમિકલ પોર્ટ લિ. દહેજ દ્વારા ૦૪ વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે.

પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ ભરૂચ જિલ્લાની જુદી જુદી હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે. જેમાં સી.એસ.આર. ફંડમાંથી આર્થિક સહાય કરવામાં આવી હતી. બિરલા સેન્ચ્યુરી લિ. દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ ખાતે, પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ અને સી.એચ.સી. અવિધા ખાતે ફેર્મિનિચ એરોમેટીક દહેજ દ્વારા સી.એચ.સી. વાગરા અને સી.એચ.સી નેત્રંગ ખાતે, ભારત રસાયણ દહેજ દ્વારા સી.એચ.સી. ગડખોલ, જી.એફ.એલ. લિ. દહેજ દ્વારા DHWS હોસ્પિટલ દહેજ, કેડિલા ફાર્માસ્ટિકલ અંકલેશ્વર દ્વારા કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે, ડીસીએમ શ્રીરામ લી. ઝઘડિયા દ્વારા ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ અંકલેશ્વર અને સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે તેમજ યુપીએલ લિ. અંકલેશ્વર દ્વારા પીએચસી પાલેજ અને શ્રીમતિ જ્યાબેન મોદી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની સહાય કરવામાં આવી છે. આમ ભરૂચ જિલ્લાની આવી મુશ્કેલીની પરિસ્થિતિમાં ઉદ્યોગોએ પણ સહકાર આપી સરાહનીય કામગીરી કરી છે.

Advertisement

Share

Related posts

પાલેજ-વલણ ડકરી મેમોરિયલ કન્યા શાળા તથા વલણ હાઇસ્કૂલ નું ગૌરવ…

ProudOfGujarat

ભરૂચ સબજેલમાં પત્નીની હત્યા કરનાર આરોપીએ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર ના કાનુગાવાડ ખાતે રહેતા 6 વર્ષીય બાઇસખાન ફડવાલા દ્વારા પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી હતી*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!