ભરૂચ જિલ્લામાં હવે કોરોના કેસમાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક વસ્તુઓ લગભગ 3 મહિના બાદ ખુલ્લી મુકવામાં આવે છે લોકો જાણે અકળાઈ ગયા હોય તે રીતે ઘરની બહાર નીકળી ગયા છે ત્યારે આજરોજ સમી સાંજના સમયે કબીરવડ ખાતે હોનારત સર્જાઈ હતી.
ભરૂચ જિલ્લના કબીરવડ ખાતે લોકો કોરોના મહામારીથી જાણે મુક્ત થઈ ગયા હોય તે રીતે નર્મદા નદીમાં 4 યુવાનો નાહવા માટે કૂદી પડ્યા હતા. તે ચારેય વ્યક્તિઓ તેમની મોજમાં હોવાથી પાણીનો વેગ વધતાની સાથે 4 યુવાનો પાણીના વહેણમાં ફંગોળાય ગયા હતા. યુવાનો બૂમો પાડતા હોવાથી ગામવાસીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમાં ગામવાસી જેઓને તરતા આવડતું હતું તેઓએ ચારમાંથી બે યુવાનોને કિનારા સુધી ખેંચી લાવ્યા હતા અને તેના શરીરમાંથી પાણી કાઢવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ બંને યુવકો મૃત્યુ પામ્યા હતા અને અન્ય બે ની શોધખોળ કરવામાં આવી પરંતુ તે લોકો ન મળતા ગામ લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને હવે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગળની શોધખોળ પોતાના હસ્તે લેશે. આ ચાર યુવાનો ક્યાંના છે તેવું હાલ કોઈને જાણ થઇ નથી.