Proud of Gujarat
FeaturedGujaratINDIA

રસીકરણ જ એકમાત્ર ઉપાય :વિલાયત જીઆઈડીસીમાં જુબિલન્ટ દ્વારા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનું વેક્સિનેશન કરાયુ..

Share

કોરોના સામે લડવા તમામનું રસીકરણ જ એકમાત્ર ઉપાય છે. સરકાર દ્વારા વેક્સિનેશન માટે પ્રાઈવેટ સેન્ટરને લીલીઝંડી અપાયા બાદ જુબિલન્ટ દ્વારા તાત્કાલીક તૈયારી શરૂ કરી દેવાય હતી. જુબિલન્ટ દ્વારા પ્રાઈવેટ કોવિડ વેક્સિનેશન સેન્ટર માટે જિલ્લા આરોગ્ય વિભાગ પાસે મંજૂરી મેળવીને કંપનીના કર્મચારી તેમજ તેમના પરિવારના સભ્યો માટે બે દિવસ વેક્સિનેશન કરાયુ હતું.

પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર માટે ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ તમામ નિયમોનું પાલન કરી વેક્સિનેશન હાથ ધરાયુ હતું. વિલાયત જીઆઈડીસીમાં આવેલી જુબિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર એસઈઝેડ અને ભરૂચ જીઆઈડીસીમાં આવેલ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ખાતે બે દિવસીય વેક્સિન ડ્રાઈવ કરી હતી. એપોલો હોસ્પિટલ અમદાવાદના સહયોગથી યોજાયેલ આ બે દિવસીય વેક્સિનેશન પ્રોગ્રામમાં કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને કોરોનાની રસી અપાઈ હતી

Advertisement

Share

Related posts

બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં ઇસમને ઝડપી પાડતી નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્કોડ.

ProudOfGujarat

અમદાવાદમાં હેરિટેજ ઈમારતોની જાળવણી માટે દોઢ વર્ષે દિલ્હીની સંસ્થા સાથે 6.28 કરોડના કરાર

ProudOfGujarat

નડીયાદ જે.એન્ડ.જે કોલેજમાં મહેદી સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!