Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મંદિર આવતીકાલ 11 જૂનથી કોરોનાના બે મહિનાના લોકડાઉન પછી પછી પુનઃ ખુલશે.

Share

– ભક્તોમાં આનંદની લાગણી

– ફક્ત દર્શન માટે મંદીર સવારે 7 થી સાંજના 6.30 સુધી ખુલ્લું રહેશે

Advertisement

– ધર્મશાળા અને અન્નક્ષેત્ર બંધ રહેશે

રાજપીપલા : ગુજરાતમા નર્મદા તટે આવેલ વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મંદીર આવતીકાલ 11 જૂનથી કોરોનાના બે મહિનાના લોકડાઉન પછી પુનઃ ખુલશે. સરકારના આદેશ મુજબ 11 જૂનથી ધાર્મિક સ્થાનો સરકારની ગાઈડલાઈન પ્રમાણે શરૂ કરવાનો આદેશ થતા ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ અંગે મંદીરના ટ્રસ્ટી રજનીકુમાર પંડ્યાએ જણાવ્યું છે કે ફક્ત દર્શન માટે મંદીર આવતીકાલથી સવારે 7 થી સાંજના 6.30 સુધી ખુલ્લું રહેશે. ધર્મશાળા અને અન્ન ક્ષેત્ર બંધ રહેશે. બે મહિનાના લોકડાઉન પછી ગુજરાતના નર્મદા તટે આવેલ કુબેર ભંડારી મંદિરના કપાટના દ્વાર આવતીકાલથી 11 જૂનથી ખુલવા જઈ રહ્યું છે ત્યારે દેશભરમાંથી લાખોની સંખ્યામા ઉમટતા ભક્તો માટે સારા સમાચાર છે.

કુબેર દાદાનુ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ હોવાથી અહીં દરેક ભક્તોની માનતા અમાસ ભરવાથી પૂર્ણ થતી હોવાથી દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટે છે. જોકે કોરોનાને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે છેલ્લા બે માસથી કુબેર ભંડારી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. હવે સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે કાલે ૧૧ મી જુને ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી આપી છે. તે મુજબ સરકારના નિર્ણયને આવકારીને આવતીકાલે ૧૧ મીથી કુબેર ભંડારી મંદિર દર્શન માટે ખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટી કુમાર પંડ્યાએ જણાવ્યું છે કે આવતીકાલે આ વખતે ભક્તોએ મંદિરમાં ફક્ત દર્શન જ કરવાના રહેશે સાથે શ્રીફળ, દૂધ,ચુંદડી, સાડી, ધોતી કશું પણ સાથે લાવવાનું નથી અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તથા હેન્ડ વોશ કરવાના રહેશે. કોઈ પણ જગ્યાએ ભીડ કરવાની નથી. કોરોનાને કારણે ધર્મશાળા અન્નક્ષેત્ર પણ બંધ રાખવામાં આવેલ છે. આમ આવતીકાલથી બે મહિના પછી કુબેર ભંડારી મંદિરે ભક્તો દર્શન કરવા ઉમટી પડશે.

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

સુરેન્દ્રનગરના લીંબડી નગરપાલિકામાં માસ્ક વગર ફરતા કર્મચારીઓને દંડ સ્વરૂપે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા માસ્ક અપાયા.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર નજીક હાઇવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં તંત્રનાં દરોડાથી લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

રાષ્ટ્રીય સફાઇ કામદાર દીવસની ઉજવણી અંતર્ગત વ્યારાનાં વોર્ડ નં.૨ મા સામુહિક સફાઇ અભિયાન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!