આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડએ ઇન-હાઉસ માર્કેટ કેપ ફાળવણી મોડેલના આધારે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝસ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણ દ્વારા મૂડી વૃદ્ધિ કરવા માટે, ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફ્લેક્સિકેપ ફંડ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આઇસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફ્લેક્સિકેપ ફંડનું લક્ષ્ય ટોપ-ડાઉન અને બોટમ-અપ અભિગમને અનુસરી અનુક્રમે લાર્જ, મિડ અને સ્મોલ કેપ ક્ષેત્રે રોકાણની તકને ઓળખવાનું છે. રોકાણમાં મુખ્યત્વે એસએન્ડપી બીએસઇ 500 ઉપર ધ્યાન અપાશે. સ્ટોકની પસંદગી કંપની ફંડામેન્ટલ્સ, વેલ્યુએશન સહિતના અનેક બહુવિધ પરિમાણો પર આધારિત હશે.
આઈડીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ નિમેશ શાહે આ પ્રોડક્ટ લોન્ચ વિશે કહ્યું કે, “ઇક્વિટી સ્કીમની ઓફરીંગ્સમાં ફ્લેક્સીકેપ (સેબી સ્કીમ વર્ગીકરણ મુજબ) એ એક એવી કેટેગરી છે જે સૌથી વધુ લવચીક ઇક્વિટી સ્કીમ છે. આઇસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફ્લેક્સિકેપ ફંડમાં કોઈપણ પ્રતિબંધ વિના લાર્જ, મિડીયમ અને સ્મોલ કેપ ક્ષેત્રે રોકાણ કરવાની સુગમતા છે. વિવિધ માર્કેટ કેપમાં યોગ્ય રોકાણ ફાળવણી કરવા માટે અમને અમારા ઇન-હાઉસ માર્કેટ કેપ ફાળવણી મોડેલ દ્વારા માર્ગદર્શન મળશે. વધુમાં, બૃહદ-આર્થિક પરિબળો અને બિઝનેસ સાયકલના આધારે, ફંડ મેનેજર મોડેલ દ્વારા સૂચવેલ પધ્ધતિ દ્વારા ફાળવણી કરશે જે કાયમ એસઆઈડીને સમાંતર હશે. અમારું માનવું છે કે ફ્લેક્સિબિલિટી સાથે નિયંત્રણનું આ સંયોજન, રોકાણકારોને બજારની વિવિધ પરિસ્થિતિમાં સુગમતાથી રોકાણ કરવામાં મદદ કરશે, અને રોકાણકારોને તેમના નાણાકીય લક્ષ્યો સુધી પહોંચવામાં સહાય કરશે.”
ઈન-હાઉસ મોડેલના આધારે અને સ્કીમની અસ્કયામત ફાળવણીને સમાંતર, સમયાંતરે લાર્જ/ મિડ / સ્મોલ કેપ ફાળવણીનું મૂલ્યાંકન અને ફરીથી સંતુલિત કરવામાં આવશે. આ મોડેલમાં મૂલ્યાંકન, રિલેટીવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ ડિફરન્શિયલ, કુલ માર્કેટ કેપની ટકાવારીના પ્રમાણે માર્કેટ કેપ વેઈટ જેવા કુલ પરિમાણોનો સમાવેશ થાય છે. જ્યારે કંપનીઓના પોર્ટફોલિયો બનાવા તા હોય છે ત્યારે ઊંડાણપૂર્વકના સંશોધન તકનીકો દ્વારા કરાયેલ વ્યવસાય અને આર્થિક ફંડામેન્ટલ્સ, સક્ષમ સ્ટોક પસંદગી, લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ, ફુગાવો, કરન્ટ એકાઉન્ટ ખાધ / પુરાંત, નાણાકીય ખાધ વગેરે જેવા વિવિધ આર્થિક સૂચકાંકો સહિતના સંકેતોને પણ ધ્યાનમાં લઈ શકાય છે. એસઆઈડીમાં જણાવ્યા પ્રમાણે આ સ્કીમ રોકાણની વ્યૂહરચનાને અનુસરશે.
અહીં એ હેતુ છે કે અસ્થિર સમયમાં, લાર્જ કેપ્સ નુકસાનને મર્યાદિત કરે છે અને પોર્ટફોલિયોમાં પ્રવાહીતા પ્રદાન કરી શકે છે. બીજી બાજુ, લોકડાઉન તબક્કા પછી આર્થિક સુધારો ફરી પાટે ચડવાની ધારણા છે ત્યારે મિડ અને સ્મોલ કેપ્સ સંભવિત વૃદ્ધિનો લાભ મેળવવા વધુ બહેતર સ્થિતીમાં હશે.
આ સ્કીમનું સંચાલન સિનિયર ફંડ મેનેજર રજત ચાંડક કરશે અને વિદેશી રોકાણોનું સંચાલન ફંડ મેનેજર પ્રિયંકા ખંડેલવાલ કરશે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની ટીમ ભારતની સૌથી મોટી અને અનુભવી રોકાણ અને સંશોધન ટીમમાંની એક છે, જેનું નેતૃત્વ એસ. નરેન કરે છે, જેઓ મેક્રોઝ અને માર્કેટ સાયકલ સંબંધિત તેમની ભલામણ માટે જાણીતા છે
ન્યુ ફંડ ઓફર (એનએફઓ) 28 જૂન, 2021 ના રોજ ખુલે છે અને 12 જુલાઈ 2021 ના રોજ બંધ થાય છે.