Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પોલીસે રેમડેસીવીરની કાળા બજારના ત્રણ ગુના શોધી કાઢયા.

Share

હાલ ચાલતી કોરોના મહામારીમાં અમુક ગંભીર દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવામાં આવતા હતા. જેથી આ રેમડેસીવીર ઇન્જેક્શનની વઘતી જરૂરિયાતઅને કાળા બજારી રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા આ ઈજકેશનો અમુક ફિક્સ કિંમતે તથા ચોક્કસ વેચાણના સ્થળ નક્કી કરવામાં આવ્યા હતા. જેથી જરૂરિયાતમાંદને સરળતાથી આ ઈન્જેકશન મળી રહે અને કાળા બજારી સદંતર બંધ રહે.

આજરોજ ભરૂચ એલ.સી.બી. તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભરૂચમાં રેમડેસીવીર ઈન્જેકશનમાં કાળા બજારી કરતા ઈસમોને ઝડપી પાડી ત્રણ ગુનાઓ રજીસ્ટ્રેશન કરીને તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ જીવન જરૂરિયાતી વસ્તુઓના કાળા બજાર ના કરે અને લોકોને સુચારુ રીતે જીવન જરૂરિયાતી વસ્તુઓ મળી રહે તે માટે રેમડેસીવીર ઈન્જેશકનના કાળા બજાર કરતા ઈસમને ઝડપીને તેની વિરૂધ્ધ અસરકારક પગલાં લેવામાં આવ્યા હતા.

Advertisement

પકડાયેલ આરોપીઓ (1)અરબાઝ મહંમદ રફીક અહમદાવાદ ગરાસિયા રહે, શેરપુરા ભરૂચ (2)મહંમમદ સાદિક સલીમ સામલી રહે ટંકારીયા ભરૂચ
(3) એઝાજ ઉમરાજી ગજરા રહે, કરજણ, વડોદરા (4) મુબીન મકબુલ શરીફ ચૌહાણ રહે, ભરૂચ નાઓની ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરીને આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

વડોદરા આર.આર સેલે ડેડીયાપાડાના મંડાળા ગામેથી 2 લાખના ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરી.

ProudOfGujarat

ગોધરા જીલ્લાના ખેડૂતોને હાર્વેસ્ટર ફાળવા માટે કરાઈ રજુઆત.

ProudOfGujarat

લ્યો બોલો, તબીબો હાજર ન રહેતા દર્દીએ પોતાની જાતે જ ડ્રેસિંગ કરી વિરોધ વ્યક્ત કર્યો, આમોદનાં આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘટના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!