આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે રિપીટરોને માસ પ્રમોશન આપવાનો વિવાદ વધવા માંડ્યો છે. થોડા દિવસ અગાઉ રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે DEO કચેરી ખાતે બેનરો સાથે પરીક્ષા રદ કરવા માટે સુત્રોચ્ચાર કર્યાં હતાં. તેમણે DEO ને આવદેનપત્ર પણ આપ્યું હતું. જેમાં માસ પ્રમોશનની માંગ કરી હતી.
આજે 25 થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તો અમને પણ આપો. જો રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય ? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો. અમે પણ વિદ્યાર્થી જ છે. હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જોઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં. આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ.