કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદનું નામ ઉત્તર પ્રદેશના મોટા નેતાઓમાં સામેલ છે. 2019 ની લોકસભા ચૂંટણી પહેલા એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે જિતિન કોંગ્રેસને છોડીને BJP માં જોડાઈ શકે છે, જોકે ત્યારે આવુ થયું ન હતું. જિતિન પ્રસાદ ઘૌરહરા લોકસભા સીટથી સાંસદ રહી ચૂક્યા છે. આ સિવાય યુપી સરકારમાં તેમની પાસે માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રીની જવાબદારી હતી.
હાલ એવી પણ ચર્ચા થઈ રહી છે કે પ્રિયંકા ગાંધીના આવ્યા પછી જિતિન પ્રસાદને સાઈડલાઈન કરવામાં આવ્યા. પાર્ટીના કાર્યક્રમોમાં પણ તેમને ઓછા બોલાવવામાં આવતા હતા. જોકે જિતિને ક્યારેય આ વાતને ખુલીને જાહેર કરી નથી.
કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા અને રાહુલ ગાંધીના નજીકના જિતિન પ્રસાદ BJP સામેલ થયા છે. દિલ્હી સ્થિત BJP કાર્યાલયમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. આ પહેલા જિતિન પ્રસાદે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પાર્ટીની સભ્યતા લીધા પછી જિતિને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. કહ્યું હવે માત્ર BJP જ દેશહિતમાં કામ કરનારી પાર્ટી છે. બાકીની પાર્ટીઓ વ્યક્તિ વિશેષ છે. રાષ્ટ્રીય પાર્ટીના નામ પર દેશમાં કોઈ પાર્ટી છે તો તે માત્ર BJP છે.
આ પહેલા બીજેપી સાંસદ અને પ્રવક્ત અનિલ બલૂનીએ ટ્વિટ કર્યું હતું. બલૂનીએ ટ્વિટ કર્યું કે આજે કોઈ મોટી હસ્તી બીજેપી ચીફ નડ્ડાની હાજરીમાં પાર્ટી જોઈન કરનાર છે. લોકોએ એ વાત જાણવાનુ શરૂ કર્યું તો એ વાતનો ખ્યાલ આવ્યો કે આ મોટા નેતા બીજા કોઈ નહિ પરંતુ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના જિતિન પ્રસાદ છે. જિતિન પ્રસાદ હાલ દિલ્હીમાં જ છે. તે પછી તેમની જ બીજેપીમાં સામેલ થવાની વાત કહેવાઈ રહી છે.