Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના અને રાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલ – નિદર્શન.

Share

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સંદર્ભે ફાયર માટેની મોકડ્રીલ યોજવાના ભાગરૂપે આજે રાજપીપલામાં આર્યુવેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા ફરજ પરના તબીબી અધિકારી, સ્ટાફે અને GRD ના કર્મીઓએ ICU વોર્ડના દર્દીઓને તાત્કાલિક સ્ટ્રેચર થકી નીચે લાવી તેઓને સલામત સ્થળે પહોચાડવામાં સફળતા મળી હતી. આગની આ દુર્ઘટનામા કોઇપણ પ્રકારની જાનહાનિ થવા પામી નહોતી તેની સાથોસાથ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના સંકુલમાં કાગળ અને પુઠાના વેસ્ટેડ ઢગલામાં આકસ્મિક લાગેલી આગની દુર્ઘટના અને રાહત બચાવની કામગીરી માટેનું સફળ મોકડ્રીલ-નિદર્શન યોજાયું હતું.

સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે ઉક્ત મોકડ્રીલ અગાઉ તબીબી અધિકારીઓ, મેડીકલ-પેરા મેડિકલ સ્ટાફ, પોલીસતંત્ર અને GRD વિભાગના ફરજ પરના કર્મીઓને રાજપીપલા નગરપાલિકાના ફાયરબ્રિગેડના ફાયરમેન અનિલભાઇ રોહિતે રજૂ કરેલાં ઉકત મોકડ્રીલ-નિદર્શન દરમિયાન આગ લાગે ત્યારે શું કરવું તેમજ ABC અને BC ટાઇપના ફાયર ઇસ્ટીંગીશરનો કયારે અને કઇ રીતે ઉપયોગ કરવો તેની વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.

નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગતે આગની દુર્ઘટના સફળ મોકડ્રીલ અંગે જાણકારી આપતાં જણાવ્યુ હતું કે, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શિકા મુજબ આરોગ્ય, પોલીસ વિભાગ, નગરપાલિકા અને રેવન્યુ વિભાગના પ્રયાસોથી આજે મોકડ્રીલ યોજવામાં આવી છે. જેમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગ લાગવાનો અનિચ્છીનીય બનાવ બને ત્યારે કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ફરજ પર જે રહેવાના છે તેવા મેડીકલ, પેરામેડીકલ અને GRD ના સ્ટાફને મોકડ્રીલ સંદર્ભે ટ્રેંનિગ આપવામાં આવી છે. તેમજ આગ લાગે ત્યારે શું કરવું તેમજ કોવિડ હોસ્પિટલ ખાતે જુદી જુદી સિસ્ટમો છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યાં છે.

વધુમાં ભગતે ઉમેર્યું હતું કે, કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ૨૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે, ૨૦ જેટલા ICU વેન્ટીલેટર ઓક્સિજન વાળા બેડ છે તેની સાથોસાથ આગ લાગવાની દુર્ઘટના સમયે સમયસર અને સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ સંશાધનોનો અસરકારક ઉપયોગ થાય તેવા હેતુથી આજની આ સફળ મોકડ્રીલનું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નેત્રંગ : મોરીયાણા ગામે સ્વીફ્ટ કારની અડફેટે ખેડુતનું મોત : પત્ની સારવાર હેઠળ.

ProudOfGujarat

ભરૂચની નર્મદા કોલેજમાં કાર્યક્રમનું આયોજન કરનાર કોલેજ સંચાલક અને આચાર્ય સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ…

ProudOfGujarat

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ લગાવેલા પ્રેશર ઇમ્પ્રુવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસને કારણે આદિવાસી મહિલા થઇ ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!