ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં કોરોના મહામારીમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા હતા ત્યારે લોકોની બેદરકારી જણાવામાં આવતી હતી કહેવામાં આવતું હતું કે લોકોને કહેવામાં આવી રહ્યું છે માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સ રાખો પરંતુ આ શું ? નગરપાલિકાની સભામાં તંત્ર જાણે કોરોના મહામારીને જ ભૂલી હોય તેમ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર સભા એકત્ર કરી રહી છે. આમ જ ચાલતું રહેશે તો કોરોનાની ત્રીજી લહેરને આવતા વાર નહી લાગે..
જંબુસર નગરપાલિકામાં વિવિધ સમિતિઓની સભા મળી સમિતિઓની રચના સમયે પ્રમુખ અને ચીફ ઓફિસર અમે અન્ય હોદ્દેદારો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર હાજર રહ્યા હતા. હાલ બેઠકો પણ ઓનલાઇન રજૂ થઇ રહી છે પરંતુ જંબુસર તાલુકામાં જાને ઉલ્ટી ગંગા વહી રહી હોય તેમ લોકો એકત્ર થઈને નાના મોટા નિર્ણયો લઇ રહ્યા છે. જો આજ રીતે નેતાઓ અને અધિકારીઓ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરશે તો એ દિવસ દૂર નથી કે ત્રીજી લહેર શરૂ થઈ જાય.
સામાન્ય રીતે નેતાઓ અને અધિકારીઓ દ્વારા જ માસ્ક પહેરવાનું અને લોક જાગૃતિનો દેખાડો જાહેર જનતા માટે કરવામાં આવતો હોય છે અને આ રીતે સભાઓમાં માસ્ક ન પહેરીને સોશિયલ ડિસ્ટન્સ ન રાખીને ખોટા મેસેજો જાહેર જનતા સુધી પહોંચાડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જાહેરમાં લોકો પાસે માસ્ક વગર દંડ વસુલાત કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે દંડ લેવા કોણ જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.