ડિપ્લોમા પ્રવેશ કમિટીએ આ અંગે વિવિધ ડિપ્લોમા ઈજનેરી કોલેજોના પ્રિન્સિપાલને પત્ર લખીને આ સમગ્ર બાબતે જાણ કરશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેની જાહેરાત સરકારે કરી હતી. જેમાં આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાનો છે. જોકે આ વિદ્યાર્થીઓના પરિણામ પછી પ્રવેશના નિયમોની જાહેરાત બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી જ નથી. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે એસીપીડીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ) તરફથી ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહીનો 17 જૂનથી પ્રારંભ કરવામાં આવશે.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા વેબસાઇટ પર મુકવામાં આવશે. એસીપીડીસીના મેમ્બર સેક્રેટરીએ ડિપ્લોમા ઈજનેરી કોલેજોના આચાર્યોને પત્ર લખીને જાણ કરશે. ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2021 અન્વયે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ડિપ્લોમા ઈજનેરીની વેબસાઈટમાં મૂકવામાં આવશે. દરેક સંસ્થાએ પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર, વાલીઓને યોગ્ય માહિતી મળી રહે તે હેતુસર સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક કવર સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે.