રાજકોટ સિંગતેલના ભાવમાં આ અઠવાડિયામાં ડબ્બા રૂપિયા 40 થી 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ડબામાં 150 ના ઘટાડો બાદ ફરી વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ, કપાસિયા તેલના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ કપાસિયા તેલનો ડબો 2100 થી 2450 રૂપિયા થયો છે. તો સિંગતેલનો ભાવ 2600 થી 2750 રૂપિયા થયો છે. ચીને હાજર માલમાં ખરીદી કરતા ડિમાન્ડ નીકળી અને આ કારણે ભાવ વધ્યા છે. પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસ પછી હવે ખાદ્યતેલે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવ વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં શનિવારે 10 રૂપિયાના ઘટાડા બાદ ફરી 15 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ 2500 રૂપિયાએ પહોંચ્યા છે.
મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500 થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા. બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા. તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.
કપાસિયા તેલમાં 25 રૂપિયાનો વધારો થતાં ડબ્બાના ભાવ 2020 એ પહોંચ્યા છે. ભાવ વધારાનું કારણ વેપારીઓ મગફળીની આવક ઓછી હોવાનું તેમજ માલની અછત સામે માંગ વધુ હોવાનું જણાવી રહ્યા છે.