લાંબા સમયના લોકડાઉનમા બંધ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકવામાં આવતા પ્રવાસીઓ આજે કેવડિયા ઉમટી પડ્યા હતા. જોકે હવે ઓનલાઇન બુકિંગથી ટિકિટ મળવાનું શરૂ થતા ઘણા વખતથી બંધ પડેલા નાના મોટા રોજગાર ધંધાને જીવતદાન મળ્યું હતું.લોક ડાઉનમાં કોરોનાને કારણે સ્ટેચ્યુના પ્રવાસન વિભાગને લાખોનું નુકશાન થયું હતું . ત્યારે હવે પ્રવાસીઓના આગમન થી રેંકડી લારી ગલ્લા વાળાઓના ધંધા રોજગાર શરૂ થતા રોજગારીનો નવો વિકલ્પ ખુલ્યો છે.ખાસ કરીને ટેન્ટ સીટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવેતે માટે તૈયારીઓ શરૂ કરી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું.હવે 8મી જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા તંત્રએપણ તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહીત અનેક પ્રોજેક્ટોઆજથી ખુલ્લા મુકાયા હતા.ટેન્ટ સિટી અને હોટલોના માલિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હતું અને હાલ ચાલુ વર્ષે પણ નુકશાન થયું છે. ત્યારે હવે ટેન્ટ સીટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા છે. ઓનલાઇન બુકિંગ સાઇડ ખૂલતાં જ પ્રવાસીઓએ બુકિંગ શરૂ કરતા બુકીંગ વધી રહ્યું છે.
પરંતુ હજુય પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે આ વર્ષે કોવિડ ના કેસ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો હતો. કારણ કે આ વર્ષે બીજી લહેરમાં જે માર્ચ મહિના પછી નો સમયગાળો હતો એમાં કોરોના ના કેસો ખુબ જ વધતા હતા તેમાં એપ્રિલથી જેના કારણે કોરોના નો ટેસ્ટ ફરજીયાત કરાયો હતો .સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઈગ ગેલેરીમાં જવા માટે ટિકિટ મર્યાદિત કરવામાં આવી હતી.અને એક દિવસમાં માત્ર 200 જ પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવાનું અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મર્યાદિત પણ કરાયું હતું .પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરી જોવાની જે ટિકિટ છે એનો કુલ 7000 ટિકિટનો સ્લોટ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું અંદર જવાની ટિકિટ અનલિમિટેડ છેઆજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટેની 380 રૂપિયાની કિમતની 165 પ્રવાસીઓ વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટ ઓન લાઈન બુકિંગ કરાવી છે અને વ્યુઈંગ ગેલેરી જોવાની 1030 રૂપિયા ની કિમતની એકસપ્રેસ ટિકિટ 22 જેટલા પ્રવાસીઓએ બુકિંગ કરાવી દીધું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા