ભરૂચ જિલ્લામાં હવે કોરોનાં મહામારીનાં કેસોમાં સતત ઘટાડો થય રહ્યો છે પહેલા 3 આંકનો આંકડો આવતો હતો હવે તેની સામે એકી સંખ્યામાં આંકડા આવતા થયા છે પરંતુ જે લોકો કોરોના મહામારીમાંથી સાજા થયાં છે તે લોકોને કોરોના સાથેનાં રોગો થતા હોય છે જેમ કે બ્લેક ફંગ્સ, વ્હાઈટ ફંગ્સ, મ્યુકરમાઇકોસીસ.
પરંતુ આજરોજ ભરૂચની ઝિલ સર્જીકલ અને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે એક મહિલા હિનાબેન શાહ ઉંમર ૫૨ અને ભરૂચનાં જ રહેવાસી તારીખ 27 નાં રોજ હોસ્પીટલ ખાતે પેટનો દુખાવો લઈને ડોક્ટર પાસે ગયા હતા. ત્યારે ડોક્ટર દ્વારા કરવામાં આવતા ચેકઅપ દરમ્યામ ક્યાંક એમનું આંતરડું ગુંચવાતું હોય તેમ ડોક્ટર દ્વારા જણાવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક્સ-રે અને સોનોગ્રાફી કરવામાં આવી અને એક દિવસ સુધી રાહ જોવામાં આવી કદાચ કોઈ કારણોસર આંતરડું કામ કરતું થય જાય પરંતુ તકલીફ ચાલુ જ રહી. હીનાબેન કોરોના મહામારીનો સામનો કરીને ઉભા થયા હતા. જેથી 29 મી મે નાં રોજ તેમનું ઓપરેશ કરવામાં આવ્યું હતું, ત્યારે ઓપેરશન દરમિયમ ખ્યાલ આવ્યો કે તેમના પેટમાં મેઝેન્ટ્રિક થોમ્બોસીઝ અને ઇન્ટરસ્ટાઇન ગેંગરે જેવી વર્ષરુઓ જોવા મળી હતી જેથી બે ફૂટ જેટલું આંતરડુ કાઢી નાખવામાં આવ્યું હતું.
હોસ્પિટલનાં ડોકટરે વધારે જણાવ્યું હતું કે ભરૂચ ખાતે આ પહેલો કેસ જોવા મળ્યો હતો. જે કોવીડ -19 ની ગંભીર બીમારી પછી થયો છે જેથી તેમનુ નાનું આંતરડુ સડી ગયું હતું જેમે કારણે આંતરડું કાઢવાની ફરજ પડી હતી. હાલ હીનાબેન ઓપરેશનનાં 5 માં દિવસે રિકવર થઇ રહ્યા છે.