વૈશ્વિક કોરોનાની મહામારીને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને ઘટાડવાની સાથોસાથ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વિસ્તારવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની રાહબરી અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ભાગરૂપે નર્મદા જિલ્લા મથકે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ માટે પી.એમ કેર ફંડ હેઠળ DRDO દ્વારા નવા ઓક્સિજન પ્લાન્ટની સામગ્રીની રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે ડિલીવરી મળી જતાં નર્મદા જિલ્લાને વધુ એક મોટા ઓક્સિજન પ્લાન્ટની આજે ભેટ મળી હોવાની જાણકારી કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી, CDMO અને સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા તરફથી પ્રાપ્ત થઇ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, PM Care’s Fund હેઠળ DRDO તરફથી પ્રાપ્ત થયેલ આ ઓક્સિજન પ્લાન્ટ દૈનિક ૧.૮૭ મેટ્રીક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. એટલે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સિજનવાળા ૭૦ જેટલા બેડને અવિરત ઓક્સિજનની જરૂરીયાત પૂરી પાડી શકાશે.
જ્યોતિ જગતાપ, રાજપી